બપોરના ભોજન પછી ઓડકાર હંમેશા “સામાન્ય પાચન” નથી. અનેક વાર તમે જોતાં હશો કે બાપરે જમ્યા બાદ લોકોને એક થી વધુ વાર ઓડકાર આવતા હોય છે. પરંતુ તે મોટાભાગે ખરાબ સ્વાસ્થ્યની નિશાની છે.
શરીરમાં મધ્યરાત્રિએ એસિડ રિફ્લક્સ થવું એ ફક્ત “મસાલેદાર ખોરાક” ખાવાથી થતું નથી. પરંતુ તેના સિવાય અનેક કારણ છે. તમારી દૈનિક જીવનની કેટલીક પ્રવુતિ જે તમારા શરીરના ગેસ કે એસિડિટી સાથે જોડાયેલા છે.
શરીરમાં એસિડિટી અને ગેસના થવાના કારણો છે જે દરેક લોકોએ જાણવા અને તેનું પાલન કરવું ખૂબ જરૂરી છે. અહીં આપવામાં આવેલા મુદાઓ જો ધ્યાનથી જાણી લેશો તો તમને ગેસ કે એસિડિટીની સમસ્યા માંથી રાહત મળશે.
દૈનિક આહારમાં થઈ રહેલી ભૂલો જેમ કે, દાળ-ભાત અને દહીં સાથે ખાવું, પરાઠા સાથે ગરમ ચા પીવી, ઢોંસા સાથે કોફી પીવી
આ સિવાય ખાસ કરીને મીટીંગો વચ્ચે લંચ માટે ઉતાવળ કરવી, મોડા રાત્રિભોજન એટલે કે રાત્રે 8 વાગ્યા પછી ભોજન કરવું. સવારે ખાલી પેટે કોફી પીવી જેવા અનેક કારણો શરીરમાં ગેસ થવા માટે જવાબદાર છે.
તાપમાન સંબંધિત સમસ્યાઓ જેમ કે, ઠંડા પીણાં સાથે બિરયાની ખાવી. ગરમ પરાઠા સાથે ઠંડી લસ્સી પીવી, બચેલો ખોરાક યોગ્ય પ્રક્રિયા કર્યા વિના રેફ્રિજરેટરમાં રાખવો.
આ સાથે જમતી વખતે આખી પ્લેટ એકસાથે ભરીને ખાવું. જેમાં વિવિધ ચટણીઓની હાજરી. એક કરતાં વધુ કઠોળનું મિશ્રણ. તમારું પેટ એક સાથે 10 જુદી જુદી વસ્તુઓને પચાવવા માટે બનાવવામાં આવ્યું નથી. જે સમસ્યા પેદા કરે છે.
ઝડપ થી જમીને ઊભા થવું. જેમ કે કામ કરતી વખતે ખાવું, 5 મિનિટ લંચ બ્રેક દરમ્યાન ખાવું. ખાતી વખતે મોબાઈલ સ્ક્રોલ કરવો. આ દરેક વસ્તુ તમારા શરીરને પાચન કે તણાવ માટે જવાબદાર છે. તણાવ એ એસિડિટી અને ગેસની સમસ્યાના સૌથી મહત્વપૂર્ણ પરંતુ અવગણના કરાયેલા કારણોમાંનું એક છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)