ચણાને પોષણનો ખજાનો કહેવામાં આવે છે. દરેક સીઝનમાં ખવાતા ચણા શરીરને શક્તિશાળી અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. શિયાળો, ઉનાળો કે ચોમાસું, ચણા દરેક સમયે સ્વાસ્થ્ય પ્રદ હોય છે. ચણામાં રહેલા પોષક તત્વો શરીર માટે ઘણી રીતે લાભદાયક છે.
ચણામાં પ્રોટીન, કેલ્શિયમ, આયરન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તે પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવા, શરીરમાં લોહીની કમી દૂર કરવા અને પાચનતંત્ર મજબૂત કરવામાં મદદ કરે છે. ચણાને શેકી કે પાણીમાં પલાળી ખાઈ શકાય છે. ખાસ કરીને શેકેલા ચણા પાચન તંત્રમાં સુધાર કરે છે.
ચણા-ગોળનું સેવન કેમ છે ખાસ?
ચણા સાથે ગોળ ખાવાથી તેના ફાયદાઓ પણ વધી જાય છે. ગોળ અને ચણાનું સેવન શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે, જે એનિમિયાને દૂર કરે છે. એનિમિયા જેવી સમસ્યામાં તે ખૂબ જ ફાયદાકારક છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન
શેકેલા ચણાનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે આદર્શ સ્નેક્સ બનાવે છે. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા અને લાંબા સમય સુધી ભૂખને શાંત કરવામાં મદદ કરે છે.
પોષણનો ખજાનો
100 ગ્રામ ચણામાં લગભગ 58.99 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 25.21 ગ્રામ પ્રોટીન, 18.3 ગ્રામ ડાઇટરી ફાઇબર અને 1.64 ગ્રામ ફેટ હોય છે. આ સિવાય આયરન, ફાસ્ફોરસ, મેગ્નીશિયમ, ઝિંક અને કોપર જેવા માઇક્રોન્યૂટ્રિએન્ટ્સની ભરપૂર માત્રા હોય છે.
તે ન માત્ર શરીરને તંદુરસ્ત બનાવે છે, પરંતુ પાચન, મેટાબોલિઝ્મ અને હાડકાંની મજબૂતી માટે પણ ફાયદાકારક છે. તમે તેને નાસ્તામાં સામેલ કરી સ્વસ્થ રહી શકો છો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)