સનાતન ધર્મમાં સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. તેમ શનિવારનો દિવસ ભગવાન શનિદેવને સમર્પિત હોય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, શનિવારના દિવસે ન્યાય અને કર્મના દેવતા શનિદેવની પૂજા-આરાધના કરવામાં આવે છે. આવો જાણીએ શનિવારે શનિદેવની પૂજા દરમિયાન કઈ બાબતો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
આ દિવસે ભગવાન શનિને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે લોકો અલગ-અલગ ઉપાયો કરે છે. કેટલાક લોકો વ્રત પણ રાખે છે. કહેવાય છે કે, જે લોકો સાચા મનથી શનિદેવની ઉપાસના કરે છે, તેમને જીવનમાં દરેક વસ્તુ સરળતાથી મળી જાય છે. પરંતુ, શનિવારે શનિદેવની પૂજા-આરાધના કરતી વખતે કેટલીક બાબતો પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે નહીં તો તમારી કેટલીક ભૂલો તમારા માટે ઘણી કષ્ટદાયી થઈ શકે છે.
ભગવાન શનિની પૂજા-આરાધના કરતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ. ભગવાન શનિ એવા દેવતા છે, જે પોતાના ભક્તો પર જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે તેમને પહેલા રાજા બનાવે છે, તિલક પછી કરે છે. આવી સ્થિતિમાં શનિવારે શનિદેવની પૂજા-આરાધના દરમિયાન લાલ રંગના કપડાં ન પહેરવા જોઈએ. શનિવારે શનિદેવ તરફ પીઠ નહીં કરવી જોઈએ.
શનિવારે જો તમે શનિદેવની પૂજા-આરાધના કરી રહ્યા છો, તો શનિદેવ તરફ પીઠ કરવી જોઈએ નહીં. જ્યારે તમે શનિદેવની પૂજા-આરાધના કરો ત્યારે આ વાતનું વિશેષ ધ્યાન રાખો નહીં તો શનિદેવ નારાજ થઈ શકે છે.
શનિદેવની પૂજા-આરાધના કરતી વખતે રંગોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે તમે શનિદેવની પૂજા-આરાધના કરો, ત્યારે લાલ રંગના કપડાં ન પહેરવા જોઈએ. લાલ રંગ મંગળનો કારક છે અને શનિ મંગળના શત્રુ ગ્રહમાં ગણાય છે. આ કારણે આ દિવસે વાદળી અથવા કાળા રંગના કપડાં પહેરીને પૂજા-આરાધના કરવી જોઈએ.
જો તમે શનિદેવને તેલ અર્પણ કરવા જઈ રહ્યા છો, તો ભૂલથી પણ તાંબાના લોટાનો ઉપયોગ ન કરશો. શનિદેવને તેલ અર્પણ કરવા માટે લોખંડના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. શનિદેવની પૂજા-આરાધના કરતી વખતે દિશાનું પણ વિશેષ મહત્વ હોય છે. સામાન્ય રીતે લોકો પૂર્વ તરફ મોં રાખીને પૂજા કરે છે. પરંતુ, શનિદેવ પશ્ચિમના સ્વામી કહેવાય છે. તેથી તેમની પૂજા-આરાધના કરતી વખતે મોં પશ્ચિમ તરફ રાખવું જોઈએ.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)