લગ્નની પાંચમી એનિવર્સરી પર પત્ની પોતાના પતિને ભેટીને
બોલી,
સાંભળો છો,
જો મને કોઈ ભગાવીને લઇ જાય તો તમે શું કરશો?
પતિ : અરે ગાંડી, કેવો સવાલ પૂછે છે…
પત્ની : ના જાનુ, બોલોને શું કરશો?
પતિ : હું તેને કહીશ કે ભાઈ ભગાડીને શું કામ લઇ જાય છે?
આરામથી લઇ જા, મેં ક્યાં કોઈને રોક્યા છે.
😅😝😂😜🤣🤪
પત્ની : હેલો, ક્યાં છો?
પતિ : યાદ છે ગઈ દિવાળી પર આપણે સોનીની દુકાન પર ગયા હતા,
જ્યાં તને એક હાર પણ ગમી ગયો હતો.
પત્ની : હા યાદ આવ્યું.
પતિ : અને તે સમયે મારી પાસે પૈસા ન હતા.
પત્ની (ખુશ થઈને) : હા યાદ છે.
પતિ : અને મેં કહ્યું હતું કે એક દિવસ તને આ હાર લઇ આપીશ.
પત્ની (વધારે ખુશ થઈને) : હા હા ઘણું સારી રીતે યાદ છે.
પતિ : બસ એજ દુકાનની બાજુવાળી દુકાનમાં વાળ કપાવી રહ્યો છું,
ઘરે આવતા થોડું મોડું થશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)