રમેશ : યાર મારી પત્ની ખુબ ગુસ્સો કરે છે.
મહેશ : મારી પણ પહેલા ખુબ ગુસ્સો કરતી હતી
પણ હવે નથી કરતી.
રમેશ : કેમ? તે એવું શું કર્યું?
મહેશ : એક દિવસ તે ગુસ્સામાં હતી, તો મેં
કહી દીધું કે વૃદ્ધાવસ્થામાં ગુસ્સો જલ્દી આવી જાય છે.
બસ તે દિવસ હતો અને આજનો દિવસ છે,
તે ઊંચા અવાજે પણ વાત નથી કરતી.
😅 😝 😂 😜 🤣 🤪

શીલા (પોતાની બહેનપણી મીનાને) :
મારા પતિ ઘણા જ સીધા છે, તે મારા સિવાય
બીજી મહિલા તરફ આંખ ઊંચી કરીને પણ
નથી જોતા.
મીના : મારા પતિ તો તારા પતિ કરતા
ચાર પગલાં આગળ છે. તે બીજી મહિલા તો શું
મારી તરફ પણ આંખ ઊંચી કરીને નથી જોતા.
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)