જજ: “તમને છૂટાછેડા શા માટે જોઈએ છે?”
પતિ: “જજ સાહેબ, મારી પત્ની મારી પાસે લસણ છોલાવે છે, ડુંગળી કપાાવે છે, વાસણ પણ ઘસાવે છે.”
જજ: “આમાં તકલીફ શું છે? લસણને થોડું ગરમ કરી લેશો તો સહેલાઈથી છોલાઈ જશે! ડુંગળીને કાપતા પહેલા ફ્રિજમાં મૂકી દેશો તો કાપતી વખતે આંખો નહીં બળે! વાસણ ઘસતા પહેલા 10 મિનિટ પાણી ભરેલા ટબમાં નાખી દેશો તો સહેલાઈથી સાફ થઈ જશે!”
પતિ: “સમજી ગયો, હજૂર! અરજી પાછી જ આપી દો મારી.”
જજ: “શું સમજ્યા?”
પતિ: “એ જ કે, તમારી હાલત મારા કરતા પણ વધારે ખરાબ છે!!”
😅 😝 😂 😜 🤣 🤪

એક માણસના ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.
છોકરી: “શું તમે પરણેલા છો?”
માણસ: “ના, પણ તમે કોણ છો?”
છોકરી: “તમારી પત્ની, આજે ઘરે આવો પછી બતાવીશ!”
થોડી વાર પછી ફરીથી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.
છોકરી: “શું તમે પરણેલા છો?”
માણસ: “હા, પણ તમે કોણ?”
છોકરી: “તમારી ગર્લફ્રેન્ડ, ધોકેબાજ!”
માણસ: “સોરી યાર, મને લાગ્યું મારી પત્ની છે.”
છોકરી: “પત્ની જ છું, કૂતરા! આજે તો બસ તું ઘરે આવ!”
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)