એક શરાબી રાત્રે દારૂ પીને ઘરે આવ્યો, અને સૂતા સૂતા ભગવાનને વહાલો થઈ ગયો.
ઉપર જઈને તેણે ફરીથી જિંદગી માંગી,
તો ભગવાને તેને મરઘીના રૂપમાં પાછો મોકલ્યો.
જેવો તે મરઘી બનીને પાછો આવ્યો, શરાબીએ એક ઈંડું આપ્યું,
અને ઈંડાને જોતા જ તેના હોશ ઉડી ગયા, કારણ કે તેનું ઈંડું સોનાનું હતું! 😱
ખુશીમાં તેણે જોર લગાવીને એક બીજું ઈંડું આપ્યું,
જોયું તો તે પણ સોનાનું હતું! 😱
હવે તો ખુશીથી શરાબીએ જેવું ત્રીજું ઈંડું આપવા માટે જોર લગાવ્યું,
તેવું જ તેના માથા પર કોઈએ ઝાડુ મારી.
પપ્પુએ આંખો ખોલી તો જોયું કે
તેની પત્ની તેને ઝાડુથી મારતા મારતા બૂમો પાડી રહી હતી:
“ઉઠી જા બેવડા, પથારીમાં ઝાડા પર ઝાડા કર્યા કરે છે!”
😝😜🤪🤪😜😝

એક છોકરીનો ફોન શૌચાલય (ટોઇલેટ)માં પડી ગયો.
…
શૌચાલયમાંથી “જિન્ન” પ્રગટ થયો.
…
“જિન્ન” એ છોકરીને સોનાનો ફોન આપ્યો અને કહ્યું,
“આ રહ્યો તારો ફોન.”
…
છોકરીએ ‘કુહાડી’વાળી વાર્તા સાંભળી રાખી હતી,
તેથી ઇમાનદારીનો પરિચય આપતા કહ્યું,
“આ સોનાનો ફોન મારો નથી.”
જિન્ન: “પાગલ, રડાવીશ કે શું? ધોઈને જો, તારો જ છે.”
😝😜🤪🤪😜😝
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)