છગન અને મગન એક બેંકમાં નોકરી કરતા હતા,
એક દિવસ બેંકમાં ચોર ઘુસી ગયા.
તેમણે બેંકના બધા રૂપિયા લઇ લીધા અને
કર્મચારીઓને લાઈનમાં ઉભા રાખીને તેમના પાકીટ,
ઘડિયાળ અને કિંમતી વસ્તુઓ લેવા લાગ્યા.
ત્યારે છગને ચુપચાપ
મગનના હાથમાં ૨૦૦૦ ની નોટ મૂકી લીધી.
મગને પૂછ્યું : આ શું છે?
છગન : મેં તારી પાસેથી ૪ મહિના પહેલા
૨૦૦૦ ઉધાર લીધા હતાને, તે ચૂકવી દીધા.
😅😝😂😜🤣🤪
છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકને
હોસ્પિટલમાં લઈને આવ્યો.
પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.
છગન : અત્યારે હું વ્યસ્ત છું,
બીજી વખત પાક્કું બદલી દઈશ.
થોડી વાર પછી બાળકે સંડાસ કર્યું તો
પીન્કીએ છગનને બાળકનું ડાયપર બદલવા કહ્યું.
છગને પીન્કી તરફ જોઇને કહ્યું : મારો કહેવાનો અર્થ હતો કે,
બીજું બાળક થશે ત્યારે હું તેનું ડાયપર બદલીશ.
પછી હોસ્પિટલ વાળાએ છગનને
માથા પર પાટાપીંડી કરીને ઘરે મોકલવો પડ્યો.
😅😝😂😜🤣🤪
છગને મગનને પૂછ્યું,
ભાઈ જેને સંભળાતું ન હોય,
તેને શું કહેવાય?
મગન : એને કાંઈ પણ કહી શકાય,
એને થોડી સંભળાવાનું છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)