fbpx
Friday, January 10, 2025

મહિલા : જેને જોઇને મારી પાડોશણને એવી બળતરા થાય કે તેને તાવ ચડી જાય.😅😝😂😜🤣🤪

પતિ દારૂ પીને ઘરે મોડેથી પહોંચ્યો.

પત્ની ઝાડુ લઈને સામે જ ઉભી હતી.

પતિ : અરે તું કેટલું કામ કરીશ?
આ ઝાડુ મને આપી દે,
જોને કેટલી રાત થઇ ગઈ છે,
તારે સૂવું નથી કે શું?
તું પોતાનું જરા પણ ધ્યાન નથી રાખતી.

આ સાંભળીને
બિચારી પત્નીની આંખોમાં આંસુ આવી ગયા.
😅😝😂😜🤣🤪

પતિના જન્મ દિવસ પર,
પત્ની : તમને શું ગીફ્ટ આપું?

પતિ : તું મને ઈજ્જત આપે, અને
મારું કહ્યું માને એટલું જ ઘણું છે.

પત્ની : ના,
હું તો તમને ગીફ્ટ જ આપીશ.
😅😝😂😜🤣🤪

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.
રસ્તામાં ગધેડો મળ્યો.

તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.

પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,
તમારો સગવાળો આવ્યો છે,
તેને નમસ્તે કરો.

પતિ : અરે સસરાજી તમે અહીં?
નમસ્તે… નમસ્તે…
😅😝😂😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,
તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે.

પતિ : હા,
શરૂઆત તારા બાપે જ કરી હતી.
😅😝😂😜🤣🤪

દુકાનદાર : કેવી સાડી દેખાડું?

મહિલા : જેને જોઇને મારી પાડોશણને
એવી બળતરા થાય કે
તેને તાવ ચડી જાય.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles