ચોધાર આંસુએ રડતી ટીના એક બાબાના આશ્રમમાં પહોંચી.
બાબા : શું તકલીફ આવી પડી કે
તું આમ ચોધાર આંસુએ રડે છે?
ટીના : ગુરુદેવ મારા પતિ પપ્પુ પ્રભુને પ્યારા થઈ ગયા.
બાબા : હરિ હરિ બહુ ખોટું થયું.
બાલિકે પ્રભુ એના આત્માને શાંતિ આપે,
પણ છેલ્લી ઘડીએ એની જીભ ઉપર ભગવાનનું નામ તો હતું ને?
ટીના : એવું તો ના કહેવાય ગુરુજી.
બાબા : તો એના છેલ્લા શબ્દો શું હતા?
ટીના : એ ટીનુંડી,
બંદૂક નીચે ફેંકી દે એવું બરડતા હોય એમ લાગ્યું મને.
બાબાની આંખો ચાર થઈ ગઈ.
😅😝😂😜🤣🤪
નિશાળેથી પાછો આવ્યા પછી
પપ્પુએ પોતાના પપ્પાને કહ્યું,
પપ્પુ : બાપુ મારી શિક્ષક મને રોજ મારે છે.
પપ્પા : તું ડરતો નહિ, તું તો સિંહની ઓલાદ છે.
પપ્પુ : શિક્ષક પણ આવું જ કહે છે.
પપ્પા : શું?
પપ્પુ : શિક્ષક કહે છે,
તું કોઈ જાનવરની ઓલાદ લાગે છે,
કાંઈ વાંચતો જ નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)