“મરતા ક્યા ન કરતા”
એક અમદાવાદી કાંકરિયા તળાવમાં ડૂબી રહ્યો હતો.
ત્યાંથી એક સુરતી પસાર થતો હતો.
એણે તરજ પેલા ડૂબતા અમદાવાદીને કહ્યું,
“લાવ, તારો હાથ લાવ.” પેલો અમદાવાદી હાથ આપે નહીં.
પેલા સુરતીએ બીજા અમદાવાદીને ફરિયાદ કરી કે,
“આ ભાઈ હાથ કેમ આપતો નથી!”
બીજો અમદાવાદી કહે “આ અમદાવાદ છે,
અને ડુબનાર અમદાવાદી છે.
અમદાવાદી આપવામાં નહીં પણ લેવામાં જ માને,
એટલે તમે એને કહો કે,
લે મારો હાથ લે તો એ તરત જ તમારો હાથ પકડી લેશે.!”
😅😝😂😜🤣🤪
“ચિંતાથી ચતુરાઈ વધે.”
રીટા : “મારા પતિ હજી સુધી આવ્યા નથી.
મને ખૂબ જ ચિંતા થાય છે.
એ બિચારા કયાં અથડાતા કૂ ટાતા હશે?”
પાડોશી મહિલા : “એ જો તમે જાણશો
તો તમારી ચિંતામાં અનેકગણો વધારો થશે!”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)