પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતાં મામલો મારા મારી સુધી પહોંચી ગયો.
જ્યારે પત્નીએ વેલણ ઉપાડ્યું
તો પતિ સ્ફૂર્તિ દેખાડીને ભાગ્યો અને કબાટમાં જઈને સંતાઈ ગયો.
પત્નીએ કબાટના દરવાજા પર જોરથી વેલણ ઠોક્યું અને કહ્યું : બહાર નીકળો.
પતિએ અંદરથી કહ્યું : નહીં નીકળું.
પત્નીએ બૂમ પાડી : મેં કહ્યું ને બહાર નીકળો.
પતિએ અંદરથી બૂમ પાડી : હું બહાર નહીં આવું.
બંને જણાની બુમો સાંભળીને બે-ચાર પાડોશીઓ ત્યાં આવી પહોંચ્યા અને
પૂછવા લાગ્યા – શું થયું?
પત્નીએ બુમ પાડીને પાડોશીઓને
કહ્યું : આ ડરપોક માણસ કબાટની અંદર ઘૂસી ગયો છે.
તેને શાંતિથી બહાર આવવા કહો નહીંતર…
કબાટની અંદરથી પતિએ બુમ પાડી : બહાર નહીં આવું, બહાર નહીં આવું.
આજે આખા વિસ્તારને ખબર પડી જવી જોઈએ કે
આ ઘરમાં કોની મરજી ચાલે છે!
😅😝😂😜🤣🤪
ટીના : તારા પતિ કઈ ફિલ્ડમાં કામ કરે છે?
મીના : ઓઇલ અને ગેસ.
ટીના : વાહ! તેમની પોસ્ટિંગ ક્યાં છે?
મીના : રસોડામાં.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)