દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડોક્ટર
તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં.
તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા.
એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો.
સૌના દેખતાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં
અને બધાને ધ્યાનથી જોવાનું કહ્યું.
પાંચેક મિનિટ બાદ,
દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તરફડીને મરી ગયું
જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી ઉપર તરતું રહ્યું.
છેવટે ડોક્ટરે એમાંના એકને પૂછ્યું : આ પ્રયોગ જોવાથી,
તમને શું શીખ મળી?
તે બોલ્યો : પાણી પીશું તો
સંસારના દુઃખ લાંબા સમય સુધી સહન કરવા પડશે.
😅😝😂😜🤣🤪
પાડોશણ પાંચ મિનિટથી હાથ હલાવતી હતી,
તેથી પપ્પુએ પણ હાથ હલાવીને હાય કહ્યું…
તેની પત્નીએ પાછળથી પીઠ પર
થપ્પો માર્યો અને કહ્યું –
સામેવાળી તમને હાય નથી કહેતી,
તે બારીના કાચ સાફ કરી રહી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)