છાતી અને ગળામાં બળતરા થવી આજકાલ મોટાભાગના લોકોની સમસ્યા બની ગઇ છે. પેટ સંબંધિત સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક એસિડિટી છે, જેને ‘એસિડ રિફ્લક્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પેટમાં એસિડના વધુ ઉત્પાદનને કારણે હોઈ શકે છે.
જો અઠવાડિયામાં બે કરતા વધુ વખત તમને એસિડ રિફ્લક્સના લક્ષણો અનુભવાતા હોય, તો તમને ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ થઈ શકે છે. એટલા માટે જો તમે તેને અવગણશો નહીં તો તે સારું રહેશે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે એસિડ રિફ્લક્સ અને છાતી તથા પેટમાં થતી બળતરાને દવાઓ વિના સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.
ખાવાની આદતોમાં ફેરફાર
તમારા ડાયેટમાં વિટામિન રિચ ફૂડનો સમાવેશ કરો. તળેલો-મસાલાવાળો ખોરાક ખાવાનું બંધ કરો કારણ કે તેનાથી રોગોની સાથે જ સ્થૂળતા વધે છે. અહીં નોંધનીય બાબત એ છે કે જ્યારે પણ તમે ભોજન કરો ત્યારે ક્યારેય વધારે ન ખાઓ અથવા હંમેશા થોડું-થોડું ખાવાની ટેવ પાડો. જમ્યા પછી તરત ન બેસો, થોડું ચાલો. તમારા ભોજન અને ઊંઘ વચ્ચે ત્રણ કલાકનું અંતર હોવું જોઈએ, આ વાત ચોક્કસથી ધ્યાન રાખો.
કાર્બોરેટેડ ડ્રિંક પીવાનું ટાળો
જો તમને એસિડ રિફ્લક્સ અથવા પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો કાર્બોનેટેડ ડ્રિંક પીવાનું ટાળો. આ ડ્રિંકના સેવનથી લોકોને ઓડકાર આવે છે. કાર્બોનેટેડ ડ્રિંકમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ગેસ અને સોજાનું કારણ બની શકે છે. તેને પીવાથી આપણને ઠંડક લાગે છે પરંતુ તે ખતરનાક બની શકે છે. તેથી જ નોર્મલ પાણીને હંમેશા તમારો સાથી બનાવો. તે તમારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે.
સૂવાની રીત
સૂતી વખતે, તમારે તમારા શરીરના ઉપલા ભાગને ઊંચો રાખવા જોઈએ અને તમારા પગને નીચે રાખવા જોઈએ, જેથી તમે તકિયાનો સહારો લઈ શકો. ઊંઘ પૂરી કરો જેથી તમે માનસિક રીતે પણ સ્વસ્થ રહેશો. એવું માનવામાં આવે છે કે ડાબા પડખે સૂવાથી પેટની સમસ્યા નથી થતી.
વજન મેન્ટેઇન રાખો
જો તમારું વજન વધારે હોય તો એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્ન થવાની શક્યતા વધી જાય છે. તમારું પ્રથમ ધ્યાન હંમેશા આઇડિયલ વજન મેન્ટેઇન હોવું જોઈએ. એસિડ રિફ્લક્સનો સામનો કરવા માટે યોગ અને બેલેન્સ્ડ ડાયેટ જરૂરી છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)