fbpx
Wednesday, December 4, 2024

ત્વચાને નિખારવા માટે આ 5 રીતે કરો હળદરનો ઉપયોગ

હળદરમાં ઘણા ગુણો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય ઉપરાંત ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ અસરકારક છે. તેનો ઉપયોગ સુંદરતાને વધારવા માટે થાય છે. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટ્રી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે. આના ઉપયોગથી તમે ખીલ, સનબર્ન વગેરેની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

ચહેરાને નિખારવા માટે તમે હળદરનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. આ તમારી ત્વચાને અદ્ભુત ચમક આપશે. તો ચાલો જાણીએ, ચમકતી ત્વચા માટે હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો.

દહીં, હળદર અને ચણાના લોટનો પેક

આ ફેસ પેક ચહેરા પરના ફોલ્લીઓ દૂર કરવામાં મદદરૂપ છે. આ ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ, એક ચમચી હળદર લો. પછી તેમાં દહીં ઉમેરો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો. લગભગ 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

ચોખાનો લોટ અને હળદર

આ ફેસ પેકના નિયમિત ઉપયોગથી તમે ડાર્ક સર્કલથી પણ રાહત મેળવી શકો છો. તેને બનાવવા માટે એક ચમચી ચોખાના લોટમાં કાચું દૂધ અને ટામેટાંનો રસ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે ફેટી લો, હવે તેને ચહેરા પર લગાવો. લગભગ 15-20 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

હળદર અને ગુલાબજળનો ફેસ પેક

ત્વચાને સુધારવા માટે તમે આ ફેસ પેકનો ઘણી વખત ઉપયોગ કરી શકો છો. આ ફેસ પેક બનાવવા માટે એક ચમચી હળદરમાં ગુલાબજળ ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ લો.

હળદર અને દૂધ

હળદર અને દૂધના નિયમિત ઉપયોગથી તમે તમારા ચહેરા પર ચમક મેળવી શકો છો. આ ફેસ પેક બનાવવા માટે કાચા દૂધમાં બે ચમચી હળદર ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો, લગભગ 5 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બે વાર આ પેક લગાવી શકો છો.

હળદર અને મધ

હળદર અને મધ મિક્સ કરીને લગાવવાથી સ્કિન ટાઈટ રહે છે અને મોઈશ્ચરાઈઝ પણ થાય છે. તેના અનેક ફાયદા છે. એક ચમચી મધમાં અડધી ચમચી હળદર મીક્સ કરો અને ચહેરા પર લગાવો સુકાઇ જાય એટલે ચહેરાને ધોઇ નાખો, આ એક એન્ટી એન્ટી એજિંગનું કામ કરે છે. સ્કિન ટાઇટ કરે છે.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles