વૈદિક જ્યોતિષમાં રત્નોનું વિશેષ મહત્વ છે. જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ શુભ ફળ આપી શકતો નથી અથવા વ્યક્તિના જીવનમાં કોઈ ગ્રહની ખરાબ અસર પડે છે ત્યારે ગ્રહોની શાંતિ માટે અનેક ઉપાયો સૂચવવામાં આવે છે.
આ ઉપાયોમાં રત્ન ધારણ કરવા વિશે જણાવવામાં આવ્યું છે. રત્ન ધારણ કરવાથી ગ્રહોની ખરાબ અસર દૂર થાય છે. રત્ન જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રત્ન ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે, જેના પ્રભાવથી જાતક સમસ્યાઓથી મુક્તિ મેળવે છે. જ્યોતિષમાં રત્ન ધારણ કરતા પહેલા ઘણા પ્રકારના નિયમો છે. રત્ન પહેરતા પહેલા જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે. ચાલો જાણીએ કે રત્ન પહેરતા પહેલા કયા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.
- કોઈ પણ વ્યક્તિએ જ્યોતિષની સલાહ વિના કોઈ પણ રત્ન ન પહેરવું જોઈએ. રત્ન ધારણ કરતા પહેલા વ્યક્તિએ તેની કુંડળી જોવી જોઈએ. પછી જ્યોતિષની સલાહ પર જ રત્ન ધારણ કરવું જોઈએ.
- કેટલાક લોકો ઘણીવાર એક કરતાં વધુ રત્ન પહેરે છે. પરંતુ જ્યારે પણ એક કરતા વધુ રત્નો પહેરો ત્યારે મિત્ર રાશિ અને શત્રુ રાશિ નું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ઘણા લોકો મોતીની સાથે નીલમ પણ પહેરે છે. જ્યોતિષશાસ્ત્રમાં મોતીને ચંદ્રનું રત્ન માનવામાં આવે છે, જ્યારે વાદળી નીલમને શનિનું રત્ન માનવામાં આવે છે. આ બંને ગ્રહો શત્રુ ગ્રહો છે. અને શત્રુ ગ્રહોના રત્નો સાથે પહેરવામાં આવે તો તે શુભ ફળ કરતા અશુભ ફળ વધારે આપે છે.
- જ્યારે પણ કોઈ પણ રત્ન ધારણ કરો તો તે પહેલા કુંડળીમાં તે ગ્રહની સ્થિતિ અને અન્ય ગ્રહો સાથે તેનો સંબંધ જોવો જોઈએ.
- રત્ન ધારણ કરતાં પહેલાં એ સારી રીતે જાણી લેવું જોઈએ કે તે રત્ન શુદ્ધ છે કે નહીં. રત્ન નકલી ન હોવો જોઈએ અને ન તો તે ખંડિત હોવો જોઈએ.
- જે રાશિ સ્વામીનું રત્ન પહેરવામાં આવે છે એ દરેક ગ્રહના બીજ મંત્ર છે, અને આ દરેક બીજ મંત્ર અમુક નક્કી કરેલી સંખ્યામાં
- મંત્ર બોલીને તેની યોગ્ય પૂજા કરી રત્નની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે બાદમાં જ પહેરવામાં આવે છે.
- જન્માક્ષરનો અભ્યાસ કર્યા પછી અને રત્ન પહેરતા પહેલા, રત્નનું કદ જાણવું પણ જરૂરી છે. ખાસ માણસના વજન પ્રમાણે રતી નક્કી કરીને રત્નની પહેરવામાં આવે છે.
- રત્ન ધારણ કરતા પહેલા તે રત્ન સંબંધિત દિવસ અને તારીખનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ કારણથી આ વસ્તુને જાણ્યા પછી જ રત્ન પહેરો.
- રત્ન ધારણ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે તેને કઈ આંગળીમાં પહેરવા જોઈએ. દરેક રત્ન એક નિયત આંગળીમાં સ્થાન ધરાવે છે.
- રત્ન હંમેશા તેની સંબંધિત ધાતુમાં જ પહેરવું જોઈએ. ઉદાહરણ તરીકે રૂબી અને મોતી લોખંડની વીંટીમાં ન પહેરવા જોઈએ.
- કોઈપણ રત્ન પહેરતી વખતે ધ્યાન રાખો કે રત્ન તમારી ત્વચાને હંમેશા અડકેલુ રહે.
- કોઈ પણ વ્યક્તિએ ક્યારેય શોખમાં કોઈ અન્ય વ્યક્તિ દ્વારા પહેરવામાં આવેલ રત્ન ન પહેરવું જોઈએ. જ્યોતિષની સલાહ વિના નીલમ અને ડાયમંડ ક્યારેય ન પહેરવા જોઈએ. રત્ન જ્યોતિષ અનુસાર નીલમ અને હીરાની અસર ખૂબ જ ઝડપથી થાય છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)