ઘણાં લોકો એવા હોય છે જેમને રાત્રે ઊંઘ આવતી હોતી નથી. રાત્રે ઊંઘ ના આવવાને કારણે બીજો દિવસ ખરાબ જાય છે. ઊંઘ ના આવવાને કારણે શરીરમાં બેચેને લાગવી, થાક લાગવો, કોઇ કામમાં મન ના લાગવું..એમ અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. આ માટે રાત્રે ઊંઘ આવવી ખૂબ જરૂરી છે. આમ, જો વાત કરવામાં આવે તો આખી જીંદગી સ્વસ્થ રહેવા માટે પોષક તત્વોથી ભરપૂર ફૂડ્સનું સેવન કરવું જોઇએ. આમ, જો તમે પણ પૂરતી ઊંઘ લેતા નથી તો મેન્ટલી રીતે તમે બીમાર પડી જાવો છો. આ સાથે જ ડિપ્રેશન જેવી સમસ્યા થઇ શકે છે. તો આજે અમે તમને કેટલાક પ્લાન્ટ્સ વિશે જણાવીશું જેને તમે રૂમમાં રાખો છો તો તમને ઊંઘ સારી આવે છે.
જાણો ઊંઘ લાવવા કયા છોડ રૂમમાં રાખશો
તમે રાત્રે સારી ઊંઘ આવે એમ ઇચ્છો છો તો ખાસ કરીને આ છોડ તમારા રૂમમાં રાખો. આ છોડ તમાને ઊંઘ લાવવામાં મદદ કરે છે અને સાથે રિલેક્સ ફિલ કરાવે છે. આ છોડ તમારા રૂમનું વાતાવરણ પણ સારું બનાવે છે. તો જાણો આ વિશે..
સ્નેક પ્લાન્ટ
તમે સારી ઊંઘ લાવવા માટે ઇચ્છો છો તો રૂમમાં સ્નેક પ્લાન્ટ રાખો. આ એક નેચરલ એર પ્યૂરિફાયરની જેમ કામ કરે છે. આ રાત્રે ઓક્સીજન છોડે છે જેના કારણે તમને સારી ઊંઘ આવી શકે છે. આ હવાના કેટલાક રાસાયણિક રસાયણો જેમ કે જાઇલીન, ટ્રાઇક્લોરોએથિલિન, ટોલ્યૂનિ, બેંઝીન અને ફોર્મલડિહાઇડને દૂર કરવાનું કામ કરે છે.
એલોવેરોનો છોડ
તમને રાત્રે સારી ઊંઘ આવતી નથી તો તમે રૂમમાં એલોવેરા છોડ રાખો. આ છોડ અનિદ્રાના લોકો માટે પણ બેસ્ટ છે. આ છોડ તમે તમારા ડ્રોઇંગ રૂમ, બેડરૂમમાં લગાવી શકો છો. એલોવેરા રાત્રે ઓક્સીજન બનાવે છે જે તમારા રૂમના વાતાવરણને સારું કરે છે.
લેવેન્ડર
તમે તમારા રૂમમાં લેવેન્ડરનો છોડ પણ રાખી શકો છો. લેવેન્ડરની સુગંધ તમને આરામ અને રિલેક્સ કરવાનું કામ કરે છે. આ માટે તમે રૂમમાં લેવેન્ડરનો છોડ મુકો છો તો સુગંધ સારી આવે છે અને સાથે માનસિક શાંતિ પણ મળે છે. આ સાથે ઊંઘ પણ સારી આવે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)