બકાના બાપાએ બકાને ઘરનું લાઈટ બીલ ભરવા રૂપિયા આપ્યા.
બે દિ’ પછી બાપાએ એને પુછ્યું : બકા લાઇટ બિલ ભરાઈ ગયું?
બકો ત..ત..ફ..ફ..કરવા લાગ્યો.
એના બાપાએ ફરી પુછ્યું : બકા મેં બે દિ’ અગાઉ તને રૂપિયા આપેલ
તે લાઈટ બિલ ભરાઈ ગયું?
બકો કહે : ના બાપા!
હું લાઈટ બિલ ભરવા જતો તો પણ રસ્તામાં લોટરીવાળાની દુકાન આવી,
ત્યાં પહેલું ઇનામ બોલેરો ગાડી છે એવું લખેલું હતું,
તો મેં બધા રૂપિયાની ટિકિટ લઇ લીધી.
બાપાએ બકાની ધોલાઈ કરી.
થોડા દિવસ પછી બકાના આંગણે સાચે જ બોલેરો ગાડી આવી.
ઘરના બધા ભેગા થઈ ગયા. બધાની આંખમાં પાણી આવી ગયા.
પણ બકાના બાપાએ ફરી બકાને ધોયો.
કારણ કે બોલેરો ગાડીમાંથી
GEB વાળા ઉતર્યા ને વીજળીનું કનેક્શન કાપી ગયા.
😅😝😂😜🤣🤪
કાલે રાત્રે યમરાજ પોતે મારા સપનામાં આવ્યા
અને બોલ્યા, તારો જીવ લેવા આવ્યો છું.
મેં પણ કહી દીધું,
લઇ જાવ…પાડોશમાં જ તો રહે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)