fbpx
Tuesday, September 10, 2024

ષટતિલા એકાદશી પર રાખો આ ખાસ વાતનું ધ્યાન, તો જ મળશે ભગવાન વિષ્ણુની કૃપા!

પોષ મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશી ષટતિલા એકાદશી તરીકે ઓળખાય છે. માન્યતા અનુસાર આ એકાદશીનું વ્રત કરનારના જીવનમાંથી દુર્ભાગ્ય, દરિદ્રતા તથા અનેક પ્રકારના કષ્ટો દૂર થઈ જાય છે. અને અંત સમયે તેને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. ષડતિલા એકાદશીએ તલનો 6 પ્રકારે પ્રયોગ કરવામાં આવે છે. આ વખતે ષટતિલા એકાદશીનું વ્રત તારીખ અનુસાર 18 જાન્યુઆરી, 2023, બુધવારના દિવસે કરવામાં આવશે.

તો ચાલો જાણીએ આ ષટતિલા એકાદશીનું વ્રત કરતી વખતે સવિશેષ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

વ્રતમાં શું રાખશો ધ્યાન ?

⦁ ષટતિલા એકાદશીનું વ્રત કરવાની મનશા રાખનારા ભાવિકોએ દશમની સાંજથી જ ભોજન બંધ કરી દેવું જોઈએ. અને જો ભોજન લેવું જ પડે તેમ હોય તો પણ, સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. યાદ રાખવું કે બારસના દિવસે પારણાં બાદ જ વ્રત પરિપૂર્ણ થતું હોય છે.

⦁ એકાદશીના દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઇને દેવતાઓના પણ આરાધ્ય એવાં ભગવાન વિષ્ણુનું આસ્થા સાથે પૂજન કરીને એકાદશી વ્રતનો સંકલ્પ કરવો.

⦁ ષટતિલા એકાદશીએ ભોજનમાં માત્ર ફળ જ ગ્રહણ કરવા. જો તેમ થઈ શકે તેમ ન હોય તો પણ એ યાદ રાખો કે આ દિવસે લસણ, ડુંગળી, મસૂરની દાળ, ગાજર, પાલક અને ફૂલાવર જેવી ખાધ્ય સામગ્રી ગ્રહણ ન કરવી જોઇએ. એમાં પણ અક્ષત એટલે કે ચોખા કોઈપણ સ્વરૂપમાં ગ્રહણ ન જ કરવા જોઈએ.

⦁ આ દિવસે તલનું સ્નાન, તલનું ઉબટન, તલથી હવન, તલનું તર્પણ, તલનું ભોજન અને તલનું દાન એમ કરીને કુલ 6 પ્રકારે તલનો ઉપયોગ કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે. અને તેના પરથી જ આ એકાદશીનું નામ ષટતિલા એકાદશી પડ્યું છે. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિને ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

⦁ આ દિવસે સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ.

⦁ આ દિવસે કચરા પોતા ન કરવા જોઇએ. કારણ કે આ કાર્યથી કીડીઓ તેમજ સૂક્ષ્‍મજીવોની હત્યાનો દોષ લાગે છે.

⦁ આ દિવસે ખાસ કરીને વાળ ન કપાવવા જોઇએ.

⦁ આ વ્રતમાં રાત્રિ જાગરણનો મહિમા છે. જાગરણ દરમ્યાન ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું જોઇએ તેમજ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખવી. જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઇર્ષાનો ત્યાગ કરીને ભગવાનના સ્મરણમાં જ દિવસ અને રાત પસાર કરવા.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles