fbpx
Sunday, December 22, 2024

આજે રાશિ પ્રમાણે કરો આ એક કામ! તમને બધી સમસ્યાઓમાંથી મળશે રાહત!

એકાદશીનું વ્રત હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષમાં 24 એકાદશી આવતી હોય છે. જેમાં આજે 18 જાન્યુઆરી, બુધવારે ષટતિલા એકાદશી છે. આ ષટતિલા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માન્યતા અનુસાર જે જાતક આ એકાદશી પર વ્રત રાખે છે તેને ધન, ઐશ્વર્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમજ વ્યક્તિના દરેક પ્રકારના દુ:ખ દૂર થઈ જાય છે.

આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે. એકાદશીના દિવસે દાન-ધર્મ અને કેટલાંક વિશેષ ઉપાયો કરવાથી શ્રીહરિ વિષ્ણુના ચરણોમાં સ્થાન મળે છે. તો ચાલો, જાણીએ કે આ એકાદશી પર રાશિ અનુસાર એવાં કયા કાર્ય અને દાન કરવા જોઈએ કે જેનાથી વ્યક્તિને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થઈ શકે !

મેષ રાશિ

મેષ રાશિના જાતકે આ દિવસે મંદિરમાં જઈને અથવા તો કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને તલનું દાન કરવું જોઇએ. આ ઉપાય કરવાથી ધનની વૃદ્ધિ થાય છે તેમજ ભાગ્યના બંધ દરવાજા પણ ખૂલી જાય છે !

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકે આ દિવસે માટીના વાસણમાં તલ ભરીને કોઈ મંદિરમાં તેનું દાન કરવું જોઇએ. આ ઉપાય અન્ય રાશિના જાતકો પણ કરી શકે છે !

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોએ મનોકામનાપૂર્તિ માટે એદાકશીના દિવસે તલ અને ગોળના 11 લાડુનું દાન કરવું જોઇએ. સાથે જ “ૐ નમો ભગવતે નારાયણાય ।” મંત્રનો 108 વખત જાપ કરવો જોઇએ.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોએ કાર્યક્ષેત્ર કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આ દિવસે ખાસ પ્રયોગ કરવો. સ્નાન-ધ્યાન કર્યા બાદ જળમાં તલ ઉમેરીને તુલસીના છોડમાં તે જળ અર્પણ કરવું. આ ઉપાય કરવાથી કર્ક રાશિના જાતકોના ગ્રહોની સ્થિતિ સારી થાય છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોએ વૈવાહિક જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુની સમક્ષ તલની બનેલ મીઠાઈ અને અડદની દાળનો ભોગ લગાવવો જોઇએ.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ સમસ્યાઓમાંથી મુક્તિ અર્થે ઘરમાં તલનો હવન કરવો અને 108 વખત “ૐ નમો ભગવતે નારાયણાય ।” મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં હવનમાં તલની આહુતિ આપવી જોઇએ.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ અભ્યાસમાં એકાગ્રતા વધે અને ધ્યાન કેન્દ્રિત થાય તે માટે એકાદશીની તિથિએ ભગવાન વિષ્ણુના મંદિરમાં જઇને પીળા રંગના વસ્ત્રનું દાન કરવું જોઇએ. સાથે જ કોઇ જાણકાર જ્યોતિષાચાર્યની સલાહ બાદ વિદ્યા યંત્ર ધારણ કરવું જોઇએ.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાની આવકમાં વૃદ્ધિ થાય તે માટે આ દિવસે ઓછામાં ઓછું 21 વખત “ૐ માધવાય નમ: ।” મંત્રનો જાપ કરવો જોઇએ. સાથે જ તલમાં ખાંડ અને ઘી મિશ્રિત કરીને ભગવાન વિષ્ણુને ભોગ લગાવવો જોઇએ.

ધન રાશિ

ધન રાશિના જાતકે સારા સ્વાસ્થ્ય માટે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવી અને પૂજા સમયે જળમાં તલ ઉમેરીને ભગવાન સમક્ષ રાખવું. પછી પૂજા બાદ તે જળને પ્રસાદરૂપે વહેંચી દેવું.

મકર રાશિ

મકર રાશિના જાતકે પોતાના જીવનસાથી સાથે સારા સંબંધો વિકસે તે માટે આ દિવસે પંચામૃતમાં તલ ઉમેરીને ભગવાન વિષ્ણુને ભોગ લગાવવો જોઇએ. આ ઉપાય દરેક રાશિના જાતકો પણ કરી શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોએ સારા જીવનસાથીની પ્રાપ્તિ માટે એકાદશીની તિથિએ તલનું ઉબટન બનાવીને સ્નાન કરવું. ત્યારબાદ ધ્યાન કરી ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી. આ ઉપાય દરેક રાશિના જાતક કરી શકે છે. તેનાથી તેમને પણ લાભની પ્રાપ્તિ થશે.

મીન રાશિ

મીન રાશિના જાતકે નોકરી, ધંધા કે પરીક્ષામાં સફળતા પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુને હળદરનું તિલક લગાવેલા 11 તુલસીદળ અર્પણ કરવા જોઇએ. આ ઉપાય કરવાથી જાતકના જીવનમાં સફળતાના માર્ગ ખુલી જાય છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles