fbpx
Saturday, September 14, 2024

જો તમે આ નિયમોનું પાલન કરવામાં સમર્થ હશો, તો તમને ભગવદ્ ગીતાના જપનું સંપૂર્ણ ફળ મળશે!

હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતાના પાઠનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે લોકો નિત્ય ભગવદ્ ગીતાનો પાઠ કરે છે અને તેમાં જણાવેલ વાતો પોતાના જીવનમાં ઉતારે છે, તેમના માટે જીવનની મોટામાં મોટી મુશ્કેલી પણ સરળ થઇ જાય છે. મહાભારત ગ્રંથમાં 18માં અધ્યાયમાં 700 શ્વોક છે, જેને ભગવદ્ ગીતાના નામે ઓળખવામાં આવે છે.

જ્યારે રણભૂમિમાં અર્જુને પોતાની સમક્ષ યુદ્ધમાં પોતાના જ સંબંધીઓને જોયા, ત્યારે તે ખૂબ વિચલિત થઇ ગયા. અર્જુને શસ્ત્ર ઉપાડવાની ના કહી દીધી. ત્યારે યુદ્ધમાં તેમના સારથી બનેલ શ્રીકૃષ્ણએ તેમના જ્ઞાનચક્ષુ ખોલીને તેમને ઉપદેશ આપ્યો. જેને ગીતા જ્ઞાન કહે છે. ઘણાં લોકો નિત્ય જ આ ગીતાજીનું પઠન કરે છે. પરંતુ, ગીતાજીના પાઠનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે તેના પઠન દરમ્યાન કેટલાંક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. તો ચાલો, આજે તે નિયમો વિશે જ જાણીએ.

ગીતા પઠનના નિયમ

⦁ ભગવદ ગીતાનો પાઠ ગમે તે સમયે અને ગમે તે સ્થાન પર કરી શકાય છે. પરંતુ, તેનું પૂર્ણફળ પ્રાપ્ત કરવા માટે તેને પઠન કરવાના નિમયોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જેમ પૂજા પાઠ અને જાપ માટે સવારનો સમય શ્રેષ્ઠ છે, તે જ પ્રકારે ગીતા પઠન માટે પણ સવારનો સમય શ્રેષ્ઠ છે.

⦁ ભગવદ્ ગીતા ખૂબ જ પવિત્ર ગ્રંથ છે. તેને ક્યારેય ખરાબ હાથોથી ન ઉપાડવી જોઇએ. સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને પછી જ ગીતાજીનો પાઠ કરવો જોઇએ.

⦁ ગીતાનો પાઠ કરતાં પહેલા ચા, કોફી, પાણી કે કોઇપણ અન્ય વસ્તુ ગ્રહણ ન કરવી જોઇએ.

⦁ ગીતાનો પાઠ પ્રારંભ કરતાં પહેલા ભગવાન ગણેશ અને શ્રીકૃષ્ણનું ધ્યાન અવશ્ય ધરવું જોઇએ.

⦁ ગીતા પઠન પહેલા તેના વિશેષ અધ્યાય ગીતા માહાત્મ્યને અવશ્ય વાંચવું જોઇએ.

⦁ ગીતા પઠન સમયે સંપૂર્ણ ધ્યાન તેમાં જ એકાગ્ર રાખવું જોઇએ. પાઠ કરતાં સમયે વચ્ચે વાતચીત ન કરવી જોઇએ.

⦁ ગીતા પઠન કરતા સમયે ઊનના આસન પર સ્થાન ગ્રહણ કરવું અને નિત્ય તે જ આસનનો ઉપયોગ કરવો.

⦁ જો તમે ગીતા પાઠ કરો છો, તો સ્વયં જ તેની સાફ-સફાઇનું ધ્યાન રાખવું જોઇએ.

⦁ નિત્ય એક નિશ્ચિત સમય અને નિશ્ચિત સ્થાન પર જ ગીતા પાઠ કરવો જોઇએ. ઓછામાં ઓછું જે અધ્યાય શરૂ કરો તે સમાપ્ત કરીને જ તે સ્થાન પરથી ઉઠવું જોઇએ.

⦁ ગીતાજીનો દરેક શ્લોક વાંચ્યા પછી તેનો સાર અવશ્ય વાંચવો અને સમજવો જોઇએ.

⦁ ગીતા પઠનને એક પુસ્તક તરીકે જ સિમિત ન રાખો. પરંતુ, તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઇએ.

⦁ ગીતા પઠન પહેલા અને પછી ગીતાજીને મસ્તક પર લગાવીને પ્રણામ કરવા જોઇએ.

⦁ ભગવદ ગીતાનો પાઠ કર્યા બાદ તેની આરતી કરવી જોઇએ.

⦁ ગીતા પાઠ નિત્ય કરવાનો એક નિયમ બનાવવો જોઇએ.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles