ઘણાં બધા લોકો સમજી વિચાર્યા વગર ખાવાનું ખાતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો તમારી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. પરંતુ કેટલાક ફળો એવા હોય છે જે તમે એક સાથે ખાઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. આ સાથે અનેક ફળો એવા હોય છે જે તમે સાથે ખાઇ શકતા નથી. એ વાત જાણી લેવી બહુ જરૂરી છે કે કયા ફ્રૂટ્સ સાથે ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. તો જાણી લો આ વિશે વિસ્તારથી..કયા ફળો એક સાથે ખાવાથી હેલ્થને નુકસાન નહીં પરંતુ ફાયદો થાય છે.
કયા-કયા ફ્રૂટ્સ એક સાથે ખાવા જોઇએ
અનાનસ, ચેરી અને બ્લૂબેરી
અનાનસ વિટામીન સીથી ભરપૂર હોય છે. અનાનસમાં બ્રોમલેન નામનું એન્ઝાઇમ હોય છે જે આંતરડાના સોજાને ઓછા કરવાનું કામ કરે છે. અનાનસ તમે બ્લૂબેરી અને ચેરીની સાથે મિક્સ કરીને ખાઓ છો તો શરીરમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, વિટામીન એ, સી અને ઇ મળે છે. આ વસ્તુઓને સાથે ખાવાથી શરીરના સોજા ઓછા થાય છે.
કેળા, એવાકાડો, સફરજન
કેળા શરીરને તરત એનર્જી આપવાનું કામ કરે છે. આ સાથે જ એવાકાડો અને સફરજન બન્ને ફાઇબરથી ભરપૂર હોય છે જે લાંબા સમય સુધી પેટને ભરેલુ રાખે છે. આ ત્રણ વસ્તુઓ એક સાથે ખાવાથી પાચન તંત્ર સારુ થાય છે અને સાથે વજન પણ ઘટે છે. આમ તમે પણ કેળા, એવાકાડો અને સફરજન ખાવાનું શરૂ કરી દો.
કીવી, પપૈયુ અને જામફળ
કીવી, પયૈયુ અને જામફળ..આ ત્રણ વસ્તુઓમાં એસિડિક પીએચનું સ્તર સમાન હોય છે. આ વિટામીન એ, સી, ઇની સાથે-સાથે ફોલેટ, પોટેશિયમ અને એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. કીવી બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ સાથે એન્ડોથેલિયલ ફંક્શનમાં સુધારો કરે છે. આ તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરે છે. આ સાથે જ હાડકાંઓને મજબૂત કરવાનું કામ કરે છે. જામફળ ફાઇબરથી ભરપૂર હોય છે, જે પાચનને સારુ કરવાનું કામ કરે છે.
દ્રાક્ષ અને સ્ટ્રોબરી
દ્રાક્ષ અને સ્ટ્રોબરી તમે એક સાથે ખાઓ છો તો હેલ્થને ફાયદો થાય છે. આ બન્ને ફળોમાં વિટામીન સી ભરપૂર હોય છે જે ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)