fbpx
Saturday, December 21, 2024

આ 4 કામથી દિવસની શરૂઆત કરો, વધારાનું વજન ઝડપથી ઉતરી જશે અને ક્યારેય પાછું નહીં વધે

દુનિયાભરમાં અનેક લોકો એવા હોય છે જે પોતાનું વજન ઉતારવા ઇચ્છતા હોય છે. વજન ઉતારવા માટે લોકો જાતજાતની મહેનત કરતા હોય છે. વજન ઉતારવા માટે લોકો ડાયટની સાથે-સાથે એક્સેસાઇઝ પણ કરતા હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો દરેક લોકોની વેઇટ લોસ જર્ની અલગ-અલગ હોય છે. વજન ઉતારવું પણ ખૂબ જરૂરી છે. આ સાથે જ લોકો ફાસ્ટિંગ, ડાયટ અને ભારે એક્સેસાઇઝ કરીને વજન ઉતારતાહોય છે. જ્યારે તમે તમારી લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવો છો ત્યારે આ સમસ્યામાંથી બચી શકો છો. તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે મોટાપાનું એક મોટું કારણ મેટાબોલિઝમ છે.

ખરાબ લાઇફ સ્ટાઇલ અને ડાયટને જ્યારે રૂટિન લાઇફ બનાવી લો છો ત્યારે શરીરમાં વેસ્ટ પ્રોડક્ટ્સ વધવા લાગે છે જેના કારણે ઝડપથી વજન વધવા લાગે છે. એવામાં તમે સવારની શરૂઆત આ વસ્તુઓની સાથે કરો છો તો વજન કંટ્રોલમાં રહે છે અને તમારી ફિટનેસ પણ મસ્ત રહે છે.

આ 4 કામથી દિવસની શરૂઆત કરો

સવારમાં ઉઠતાની સાથે એક ગ્લાસ પાણી પીઓ

સવારમાં ઉઠતાની સાથે તમે એક ગ્લાસ હુંફાળુ પાણી પીઓ છો તો વધતુ વજન રોકી શકો છો. આ રીત તમારા મોંની લાળના ગુડ બેક્ટેરિયાથી ભરેલું રહે છે અને પેટમાં પહોંચે છે. ત્યારબાદ આ રીત મેટાબોલિઝમ તેજ કરે છે અને પૂરા બોડીને ફ્લશ ઓઉટ કરે છે, જેના કારણે વજન વઘતુ નથી. આ સાથે જ વધેલા વજનને ઝડપથી ઓછુ કરે છે.

30 મિનિટ બ્રિસ્ક વોક

હુંફાળુ પાણી પીધા પછી 30 મિનિટ સતત બ્રિસ્ટ વોક કરો. બ્રિસ્ટ વોક એટલે કે એક જ ગતિમાં ઝડપથી ચાલવં. આની પહેલાં તો મેટાબોલિક રેટ વધે છે અને બીજુ શરીર એનું ફેટ પચાવવા લાગે છે અને વેસ્ટને ફ્લશ ઓઉટની તૈયારી કરે છે જેના કારણે વજન વધતુ નથી.

નાસ્તામાં પહેલાં ગ્રીન ટી પીઓ

નાસ્તો કર્યા પહેલાં તમે સવારમાં ગ્રીન ટી પીઓ. ગ્રીન ટી પીવાથી બ્રેન અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.

નાસ્તામાં ઓટ્સ ખાઓ

તમે સવારમાં નાસ્તો કરો ત્યારે ખાસ કરીને ઓટ્સ ખાઓ. ઓટ્સ તમને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી બચાવી શકે છે. ઓટ્સ વજનને સંતુલિત કરવાનું કામ કરે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles