સપના મગજની અલગ- અલગ સ્થિતીથી આપણને માહિતગાર કરે છે. લગભગ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સપના જોયા હશે, સુતી વખતે આંખોની રેપીડ આઈ મુવમેન્ટને કારણે સપના આવે છે. સ્વપ્નશાસ્ત્ર કહે છે કે દરેક સપના તમને તમારા ભવિષ્ય અંગે માહિતગાર કરે છે. તે પછી સારા પણ હોય શકે અને ખરાબ પણ.
આજે અમે તમને આવા જ એક સ્વપ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. કોઈ વ્યક્તિ જો સપનામાં પોતાને પૂજા કરતો જુએ તો આવા સ્વપ્નનું શું ફળીભુત કરી શકાય ? આવો જાણીએ આ સપના વિશે.
દરેક સ્વપ્નનો પોતાનો અર્થ હોય છે, જેને સમયસર ઓળખીને વ્યક્તિ દરેક સમસ્યા પહેલા પોતાની જાતને બચાવી શકે છે. આ રીતે પશુ-પક્ષીઓની વાત કરીએ તો તેમને જોવાનો અર્થ જ અલગ છે. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં વાંદરો જુએ છે, તો તેનો પણ શુભ અથવા અશુભ અર્થ થાય છે. જાણો, સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, સ્વપ્નમાં વાંદરાને જોવાનો શુભ અને અશુભ અર્થ.
હસતો વાનર સપનામાં જુઓ ત્યારે
જો કોઈ વ્યક્તિ તેના સપનામાં વાનરને હસતો જુએ છે તો તેનો અર્થ એ છે કે સારો સમય શરૂ થવાનો છે. આવી સ્થિતિમાં ધન લાભની સાથે સમાજમાં વ્યક્તિનું સન્માન પણ વધશે.
ટોળામાં વાંદરા જુઓ
સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં વાંદરાઓનું ટોળું જુએ છે તો તેનો અર્થ છે કે તેને જલ્દી જ આર્થિક લાભ મળશે. તેની સાથે પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
વાંદરાની લડાઈ
જો તમે સ્વપ્ન જોશો કે વાંદરાઓ અંદર – અંદર લડી રહ્યા છે, તો તેનો અર્થ એ છે કે કોઈ કારણસર પરિવારમાં અણબનાવ થઈ શકે છે.
વાંદરાને ખોરાકની ચોરી કરતા જુઓ
જો સપનામાં વાંદરાઓ ખોરાકની ચોરી કરતા જુઓ મળે છે તો તેનો અર્થ છે કે વ્યક્તિને જલ્દી ધન પ્રાપ્ત થવાનું છે.
વાનર પાણીમાં તરતા દેખાય
જો સપનામાં વાંદરો પાણીમાં તરતા દેખાય તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમને ઘણી સમસ્યાઓથી છુટકારો મળવાનો છે.
વાંદરો બચકું ભરે
જો તમે સપનું જોશો કે કોઈ વાંદરાએ તમને વાંદરો બચકું ભરે, તો સમજી લો કે ભવિષ્યમાં કોઈ ગંભીર ઈજા થવાની છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)