તમામ વ્યક્તિ જીવનમાં સુખ, સુવિધા તથા ધન અને વૈભવની પ્રાપ્તિ કરે છે. જે માટે રાત-દિવસ મહેનત કરે છે. અનેક વાર મહેનત કરવા છતાં જીવનમાં સફળતા મળી શકતી નથી. જે માટે વ્યક્તિનું ભાગ્ય જવાબદાર હોય છે. જે માટે વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કોઈ વસ્તુ યોગ્ય દિશા અને યોગ્ય સ્થળે રાખવામાં આવે તો લાભ થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા રહે છે.
વાસ્તુ જાણકાર અનુસાર, ઘરમાં આ એક વસ્તુ રાખવામાં આવે તો ખૂબ જ ઝડપથી સંપત્તિ વધવા લાગે છે અને ભાગ્ય ઉઘડી જાય છે.
ઘરમાં લગાવો આ છોડ
વાસ્તુ જાણકાર અનુસાર, ઘરમાં લાગેલા ફૂલ અને છોડથી ઘરમાં સકારાત્મકતા આવે છે. ઘરમાં સુંદર ફૂલ લગાવવામાં આવે તો ઘરમાં પોઝિટિવિટી રહે છે. આ ફૂલ લગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છ. કહેવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી ઘરમાં માઁ લક્ષ્મીનો વાસ રહેતો નથી. આ ફૂલ જોવાથી જ મન પ્રફુલ્લિત થઈ જાય છે અને વ્યક્તિનું ભાગ્ય ઉઘડી જાય છે.
તુલસી અને કેળના છોડથી માઁ લક્ષ્મી પ્રસન્ન રહે છે
હિંદુ શાસ્ત્રોમાં તુલસી અને કેળના છોડને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ઘરમાં તુલસી અને કેળનો છોડ લગાવવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, કેળ અને તુલસીમાં માઁ લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં આ બે છોડ એકસાથે લગાવીને સારસંભાળ કરવામાં આવે તો માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વિશેષ કૃપા વરસાવે છે, જેથી વ્યક્તિનું ભાગ્ય ઉઘડી જાય છે.
ક્રિસ્ટલ બોલથી ભાગ્ય ઉઘડી જશે
વાસ્તુ શાસ્ત્રમાં ક્રિસ્ટલ બોલ એનર્જીને આકર્ષિત કરે છે. જો તમે પણ સૌભાગ્ય મેળવવા માંગો છો, તો ઘરની વચ્ચોવચ્ચ ક્રિસ્ટલ બોલ રાખો. એવી જગ્યા પર રાખવો જેથી પ્રાકૃતિક હવા ઉજાસ મળે. હવામાં રહેલ નકારાત્મકતા દૂર થઈ શકે છે.
છત પર માટીના વાસણ રાખો
ઘરના ઈશાન ખૂણા (ઉત્તર-પૂર્વ દિશા)ને ભગવાન શિવનું સ્થાન માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર, ઘરની આ દિશામાં જળ રાખવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. જો તમે પણ પૈસાની ઈચ્છા રાખી રહ્યા છો, છતના ઉત્તર-પૂર્વીય ખૂણામાં એક માટીનું વાસણ ભરીને મુકો. જેથી પક્ષીઓ પાણી પી શકે. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ઉઘડી જશે અને ઘરમાં પૈસાની આવક થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)