સનાતન ધર્માં પિતૃ પક્ષ વિશેષ મહત્વ ધરાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ 16 દિવસનો તે સમય હોય છે, જ્યારે પિતૃ પોતાના સંતાનને મળવા અને તેમના હાલચાલ જાણવા પૃથ્વી પર આવે છે. 16 શ્રાદ્ધમાં પિતૃઓની આત્માની શાંતિ માટે તેમના વંશજ શ્રાદ્ધકર્મ, પિંડદાન અને તર્પણ કરે છે. વર્ષ 2023માં પિતૃપક્ષની શરૂઆત 29 સપ્ટેમ્બરથી થઇ રહી છે, જેનું સમાપન 14 ઓક્ટોબર 2023ના રોજ થશે.
આ દરમિયાન કોઇપણ નવી વસ્તુ ખરીદવી વર્જિત માનવામાં આવે છે. આવું કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પોતાન આશીર્વાદ પોતાના વંશજને આપે છે.
પિતૃપક્ષમાં નવી વસ્તુ ખરીદવી કેમ વર્જિત?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, 16 દિવસ સુધી ચાલનારા પિતૃ પક્ષમાં કોઇ પણ નવો સામાન ન ખરીદવો જોઇએ, આ તે સમય હોય છે જ્યારે સંતાન પોતાના પિતૃઓના નિમિત્તે આ ક્ષણ સન્માનમાં વિતાવે છે. આ દરમિયાન મૃત પૂર્વજોની આત્મા મૃત્યુલોકમાં વિચરણ કરે છે. આ તે જ સમય હોય છે, જ્યારે તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરી શકો છો. તેમને પ્રસન્ન કરવા માટે પિંડદાન, દાન પુણ્ય,શ્રાદ્ધ અને તર્પણ કરવું જોઇએ. આ ઉપરાંત તે પણ માન્યતા છે કે પિતૃ પક્ષમાં નવી વસ્તુ જેમ કે ઘર, ગાડી, કપડા, સોનુ વગેરે ન ખરીદવું જોઇએ. પિતૃ પક્ષમાં કોઇ પણ નવું કામ શરૂ કરવું વર્જિત માનવામાં આવ્યું છે.
આ તે સમય છે જ્યારે મનુષ્ય પોતાના પિતૃઓના સન્માનમાં તેમને યાદ કરે છે અને કોઇપણ વસ્તુની ખરીદી કરવી ઉજવણી કરવા સમાન હોય છે. આ સમય ઉજવણી કરવાનો નથી હોતો. આ સમય આપણા પૂર્વજોને યાદ કરી શોક પ્રગટ કરવાનો હોય છે. નવુ કામ શરૂ કરવું અને કોઇપણ નવી વસ્તુની ખરીદી પિતૃઓના અપમાનમાં ગણવામાં આવે છે. આ દરમિયાન પૂજા-પાઠ, દાન-પુણ્ય કરવામાં આવે છે.
પિતૃપક્ષમાં કેમ નથી ખવાતું નોનવેજ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન મદિરાનું કે નોનવેજનું સેવન નથી કરવામાં આવતું. જે વ્યક્તિ આવું કરે છે તેનું મન દુષિત થઇ જાય છે અને પૂજા-પાઠમાંથી તેનું ધ્યાન ભટકી જાય છે. પિતૃપક્ષમાં સાત્વિક ભોજન કરવું યોગ્ય માનવામાં આવે છે. આ દરમિયાન બ્રાહ્મણ અને ગરીબ લોકોને ભોજન કરાવવું સર્વોત્તમ માનવામાં આવે છે. જો તમે ઇચ્છો કે તમારા પિતૃ તમારાથી પ્રસન્ન રહે તો પિતૃપક્ષમાં કાગડા, ગાય અને શ્વાનને ભોજન જરૂર કરાવો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)