જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. તેવામાં તે જાતકોને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિની મહાદશા, સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ પણ વ્યક્તિના જીવન પર કોઇને કોઇ રીતે પડે છે. શનિ મુખ્ય રૂપે શારીરિક શ્રમ અને સેવકોનો કારક માનવામાં આવે છે.
શનિના અશુભ પ્રભાવથી બિઝનેસ, નોકરીમાં સમસ્યા, દરેક કામમાં અડચણ, આર્થિક તંગીનો સામનો કરવાથી લઇને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ચાલો જાણીએ શનિ દોષ અને મહાદશાના દુષ્પ્રભાવોને ઓછા કરવા માટે કયા ઉપાય કરવા લાભકારી છે.
શનિ દોષના દુષ્પ્રભાવોને ઓછા કરવાના જ્યોતિષ ઉપાય
શનિદેવને ચડાવો તેલ
શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારના દિવસે શનિદેવને તેલ ચડાવવું લાભકારી સિદ્ધ થઇ શકે છે. પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે શનિવારના દિવસે તેલ ખરીદો, પરંતુ એક દિવસ પહેલા જ ખરીદો. શનિદેવની મૂર્તિ પર તેલ અર્પિત કરો અને તેમની આંખોમાં ક્યારેય ન જુઓ. હંમેશા તેમના ચરણોમાં જુઓ.
તેલનું દાન કરો
શનિવારના દિવસે તેલ માંગાનારને તેલનું દાન કરવું જોઇએ. તેને છાયા દાન પણ કહેવામાં આવે છે. તેના માટે એક વાટકીમાં થોડુ તેલ લો. તે બાદ તેમાં તમારો પડછાયો જોઇને દાન કરો. તેની સાથે એક સિક્કો પણ જરૂર દાન કરો.
શનિદેવના આ મંત્રોનો જાપ કરો
જો કુંડળીમાં શનિની મહાદશા ચાલી રહી છે, તો શનિના આ મંત્રોનો જાપ કરવો જોઇએ. આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદોષનો દુષ્પ્રભાવ ઓછો થાય છે.
કુંડળીમાંથી શનિ દશા માટે કોઇપણ મહિનાના શુક્લ પક્ષના શનિવારના દિવસે આ મંત્રોનો જાપ કરવાનું શરૂ કરી દેવું જોઇએ. આ મંત્રનો જાપ તમે સાંજના સમયે કરો. સાંજના સમયે સ્નાન વગેરે કર્યા બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી લો. તે બાદ એક આસન પાથરીને ઉત્તર કે પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસો અને શનિદેવું ધ્યાન ધરીને આ મંત્રનો 108 વાર જાપ કરો. શનિ મંત્ર- ॐ શં શનૈશ્વરાય નમ:
કરો આ પાઠ
શનિ મંત્ર સાથે શનિ સ્ત્રોતનો જાપ કરવો લાભકારી સિદ્ધ થઇ શકે છે. તેના માટે શનિવારના દિવસે શનિ સ્ત્રોતમાં દશરથ કૃત શનિ સ્ત્રોતનો જાપ કરો. તે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, આ સ્ત્રોતની રચના ભગવાન રામના પિતા દશરથજીએ શનિદેવને પ્રસન્ન કરવા માટે કરી હતી.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)