એક દિવસ એક વેપારી પર ભગવાનનો ફોન આવ્યો.
ભગવાન:- “વત્સ, આનંદમાં છે ને ?”
વેપારી:- “શું વાત કરું ભગવાન?
એકબાજુ મંદી આવી છે.
આખો દિવસ મહેનત કરું છું.
ગરમી બહુ પડે છે એટલે તોતિંગ લાઈટબીલ ભરું છું.
વરસાદ પણ ખૂબ પડે છે, જેથી ગંદકી બહુ થાય છે.
છોકરો બીમાર પડ્યો છે ને ડોકટરોની ફી પણ બહુ છે.
સરકારી ઓફિસમાં અધિકારી અને ઘરે પત્ની ગાંઠતા નથી.
સ્કુલ ફી અને ટ્યુશન ફી ભરીને હાથ કાણાં થઈ ગયા છે.
શાકભાજીના તો ફક્ત હવે ભાવ જ પૂછાય છે.
હેરાન હેરાન થઈ ગયો છું.”
ભગવાન:- ” વત્સ ધરતી ઉપર આટલી બધી તકલીફો હોય
તો ઉપર આવવું છે ?”
વેપારીએ ફોન કાપી નાખ્યો.
😜😅😝😂🤪🤣
બેન્ક તરફથી ખૂબ સરસ મેસેજ…
જો તમે તમારા ખાતા માં પડેલ રકમ નો
ઉપયોગ કરવા માંગતા હોય તો…
“ઘરે રહો”
તમારી ઈચ્છા એવી હોય કે
રકમ વારસદાર વાપરે તો…
“બહાર રખડો”
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)