શિયાળાની ઋતુમાં શરદી, વાયરલ તાવ, સાંધાનો દુ:ખાવો જેવી અનેક સમસ્યાઓ થાય છે. તેથી શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવાની હોય છે. શિયાળાની ઋતુમાં શરદી, વાયરલ તાવ અને સાંધાનાં દુ:ખાવાથી બચવા માટે રાઈના તેલનો ઉપયોગ કરવો. આ સમસ્યાઓમાં રાઈનું તેલ ખૂબજ અસરકારક હોય છે.
જાણો રાઈના તેલનાં ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીત વિશે.
પોષક તત્વોથી ભરપૂર રાઈનું તેલ
રાઈનાં તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ઓમેગા 6 ફેટી એસિડ,વિટામિન, મિનરલ્સ અને બહુઅસંતૃપ્ત ચરબી જેવાં પોષક તત્વ હોય છે. જે આપણાં શરીરમાં થતાં સામાન્ય રોગ અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે.
આ રોગમાં રાઈનું તેલ ખૂબજ અસરકારક છે.
શરીરમાં થતાં દુ:ખાવામાં મદદરૂપ
ઘણી વાર લોકોનું શરીર જકડાઈ જતું હોય છે. તો ક્યારેક સાંધાનો દુ:ખાવો વધી જાય છે. દુ:ખાવાથી રાહત મેળવવાં માટે રાઈનાં તેલથી શરીરને માલિશ કરવું જોઈએ. હુંફાળા રાઈના તેલથી માલિશ કરવાનાં લીધે રક્ત સ્ત્રાવ સારો બને છે. જેનાં લીધે તમારાં સાંધાનાં દુ:ખાવાની સમસ્યા દૂર થાય છે.
શરદી અને ઉધર્સમાં અસરકારક
શિયાળાની ઋતુમાં શરદી અને ઉધરસની સમસ્યા સામાન્ય ગણવામાં આવે છે. એ સમયે રાઈના તેલથી માલિશ કરવાથી, છાતીમાં જામ થયેલ કફથી રાહત મળે છે. નાક બંધ હોય તો ગરમ પાણીમાં રાઈનું તેલ ઉમેરી તેની વરાળ લેવાથી રાહત મળે છે.
કોલેસ્ટ્રોલ ઓછું કરે
ઘી અને તેલ જેવાં પ્રદાર્થ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. રાઈ તેલનાં સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. તેની અંદર રહેલાં ફેટી એસિડ ખરાબ કોલેસ્ટ્રોલને વધતું અટકાવે છે.
હ્રદય રોગથી બચાવે
આજકાલ લોકો હ્રદય રોગની બીમારીઓનો શિકાર બની રહ્યાં છે. તેથી તમારાં આહારમાં રાઈના તેલનો ઉપયોગ કરો. રાઈના તેલમાં રહેલ ઓમેગા 3 ફેટી એસિડ, ઓમેગા 6 ફેટી એસિડ, બહુઅસંતૃપ્ત ચરબી અને મોનોઅનસેચ્યુરેટેડ હ્રદય રોગનું જોખમ ઘટાડે છે.
સોજો ઓછો કરે
શિયાળાની ઋતુમાં ઘણી વાર આપણાં હાથ-પગમાં સોજો આવી જતો હોય છે. જેનાં કારણે શરીરમાં પણ સોજો આવી જાય છે. આ સ્થિતિમાં રાઈના તેલનાં ઉપયોગથી સોજાનું પ્રમાણ ઘટાળી શકાય છે. શરીરનાં જે ભાગ પર સોજો હોય તે જગ્યાએ માલિશ કરવી જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)