હિંદુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. મા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો વ્યક્તિને ધન લાભ થાય છે, જ્યારે મા લક્ષ્મી ક્રોધિત થઈ જાય તો તેને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ધન આગમન પહેલા કેટલાક શુભ સંકેતો હોય છે અને તેવી જ રીતે જ્યારે ધન હાનિ થાય છે ત્યારે અનેક અશુભ સંકેતો જોવા મળે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે ધર્મ શાસ્ત્ર મુજબ માતા લક્ષ્મી ક્રોધિત થાય ત્યારે મળતા સંકેતો વિશે. આ સંકેતો મળે તો સમજી લેજો કે ભવિષ્યમાં તમને ધન હાનિ થઇ શકે છે.
આ ઘટનાઓથી મળે છે માતા લક્ષ્મીની નારાજગીના સંકેત
ઘરના નળમાંથી ટપકતું પાણી
પાણીનો બગાડ એ ધન સંકટના સંકેત આપે છે. જો તમારા ઘરમાં કોઈ નળમાંથી પાણી ટપકતું હોય તો તમારે તેને તરત જ રિપેર કરાવી લેવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે. આ તમારા જીવનમાં આર્થિક સંકટનું કારણ બની શકે છે.
ઘરેણા ખોવાઇ જવા
સોનું ખૂબ જ કિંમતી અને શુભ ધાતુ છે. જો તમારા ઘરેણા ક્યાંક ખોવાઈ ગયા હોય તો તે પણ મા લક્ષ્મીની નારાજગીના સંકેત છે. આ તમારા પર સંકટ દર્શાવે છે. તેથી, તમારે કિંમતી ઝવેરાત ખૂબ સંભાળીને રાખવા જોઈએ.
ઘરમાં લાગેલો મની પ્લાન્ટ સૂકાવો
મની પ્લાન્ટને ધન સંબંધી માનવામાં આવે છે. આ છોડને ઘરમાં લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. જો કે જો તમારા ઘરમાં રહેલો મની પ્લાન્ટ સુકાવા લાગે છે તો સમજી લેવું કે માતા લક્ષ્મી તમારા પર ક્રોધિત છે. આવી સ્થિતિમાં, તમારે ભવિષ્યમાં ધન હાનિનો સામનો કરવો પડી શકે છે.
વારંવાર દૂધ ઢોળાવું
દૂધથી બનેલી બધી જ મિઠાઈનો ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે. તેવામાં દૂધનો સંબંધ માતા લક્ષ્મી સાથે છે. જો દૂધ ગરમ કરતી વખતે ઉકળ્યા બાદ બહાર ઢોળાઇ જાય તો તે અશુભ હોઈ શકે છે. જો કે, એક વખત દૂધ ઢોળાવું સંયોગ હોઇ શકે પરંતુ દૂધ વારંવાર ઢોળાઇ જાય અથવા હાથથી દૂધનો ગ્લાસ પડી જાય. તેથી આ મા લક્ષ્મીની નારાજગીની નિશાની છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)