ઘર બનાવતી વખતે જો વાસ્તુદોષ રહી જાય તો તેનું ફળ જીવનભર ભોગવવું પડે છે. ઘણા વાસ્તુદોષ તમને જીવનભર મુશ્કેલીઓ આપી શકે છે. તેથી ઘર બનાવતી વખતે વાસ્તુના કેટલાક નિયમનું પાલન થાય તે જોવું જરૂરી છે. આ સિવાય જો તમારા ઘરમાં પહેલાથી જ વાસ્તુદોષ હોય તો તમે કેટલાક ઉપાયો કરીને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તેવા પ્રયત્ન કરી શકો છો. વાસ્તુદોષના કારણે ઘરમાં નેગેટિવ એનર્જી વધી જાય તો વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે તમને સરળ વાસ્તુ ઉપાય વિશે જણાવીએ જેનાથી ઘરની નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. આ ઉપાય કરી લેશો એટલે થોડા જ દિવસોમાં તમને તેની સકારાત્મક અસર પણ જોવા મળશે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેળાનું ઝાડ લગાડવાથી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. કેળાનું ઝાડ ઇશાન ખૂણામાં લગાડવું જોઈએ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ઝાડ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ ઝાડ ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિ વધે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ દિશા, પશ્ચિમ દિશા કે ઉત્તર દિશામાં બારી હોય તો તે શુભ ગણાય છે. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સૂર્યનો પ્રકાશ અને પર્યાપ્ત હવાની અવરજવર થાય તે જરૂરી છે. જો ઘરમાં સૂર્યપ્રકાશ અને હવાની અવરજવર ન હોય તો નકારાત્મકતા વધે છે.
ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે અને સફળતા મળે તે માટે ઘરના મુખ્ય દરવાજા અને દિવાલ ઉપર સ્વસ્તિક તેમજ ઓમ બનાવવો જોઈએ. આ ચિન્હ સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે. સ્વસ્તિકથી વાસ્તુદોષનો નાશ થાય છે અને નકારાત્મક ઊર્જા પણ દૂર થાય છે.
ઘરમાં સવારે અને સાંજે પૂજા કરતી વખતે શંખ અથવા ઘંટડી વગાડવી જોઈએ તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે.
વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજાની ઉપર ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવી શુભ માનવામાં આવે છે આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાનો અંત આવે છે અને નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહે છે.
ઘરમાં તુલસીનો છોડ રાખવો પણ શુભ ગણાય છે તુલસીના છોડની રોજ સવારે પૂજા કરવી અને સાંજે ઘીનો દીવો કરવો.
આ ઉપરાંત રોજ ગાય માતાને ઘરમાં બનતી પહેલી રોટલી ખવડાવવી. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)