fbpx
Friday, December 6, 2024

વર્ષની આ અંતિમ મોક્ષદા એકાદશી આ રાશિઓ માટે સારો સમય લઇને આવશે

ડિસેમ્બરની સાથે જ આ વર્ષ પણ સમાપ્ત થવા જઇ રહ્યું છે. આ વર્ષની અંતિમ એકાદશી 22 સપ્ટેમ્બરે છે. માર્ગશીર્ષ મહિનામાં આવતી આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. તેને વૈંકુઠ એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે વર્ષની આ છેલ્લી એકાદશી કેટલીક રાશિઓના રાશિફળ પર ખૂબ જ શુભ પ્રભાવ પાડશે.

ચાલો જાણીએ કે, વર્ષની આ અંતિમ એકાદશી કઇ રાશિના જાતકો માટે સારો સમય લઇને આવશે.

મોક્ષદા એકાદશીનો રાશિઓ પર પ્રભાવ

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે મોક્ષદા એકાદશી શુભ સમય લઈને આવી રહી છે. આ રાશિના લોકો માટે દરેક ક્ષેત્રમાં સારો સમય શરૂ થવાનો છે. ખાસ કરીને નોકરી અથવા વ્યવસાયમાં તમને સારી તકો મળી શકે છે. ઘરમાં ધનની આવક વધશે. આ સાથે સુખદ યાત્રાનો સંયોગ પણ બની શકે છે.

મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે મોક્ષદા એકાદશી ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોની લાંબા સમયથી અટકેલા કામ અને ધનની સમસ્યા દૂર થઈ શકે છે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. આ સમયે દેવી લક્ષ્‍મીની પૂજા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

સિંહ રાશિ
મોક્ષદા એકાદશી સિંહ રાશિના જાતકો માટે શુભ સમય લઈને આવી રહી છે. આ રાશિના લોકોને તેમના કરિયરમાં સારી સફળતા મળી શકે છે. આ સાથે જ કોઈ જૂની ઈચ્છા પૂરી થવાની સંભાવના છે. સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે મોક્ષદા એકાદશી ખૂબ જ ફળદાયી બની શકે છે. પરિવારમાં ચાલી રહેલા મતભેદોનો અંત આવી શકે છે. તમને તમારા સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.

કુંભ રાશિ
મોક્ષદા એકાદશી કુંભ રાશિના લોકો માટે સારો સમય લાવશે. આ રાશિના લોકોને વેપારમાં અણધાર્યો લાભ મળી શકે છે અથવા અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે. આ સમયે દાન કરો.

મીન રાશિ
મોક્ષદા એકાદશી પછીનો સમય મીન રાશિ માટે ખૂબ જ સારો રહેવાનો છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત ભાગ્યના દરવાજા ખોલી શકે છે. આર્થિક લાભ અને પ્રગતિની તકો છે. લાલ રંગના ફળોનું દાન કરવું વિશેષ લાભદાયક છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles