આચાર્ય ચાણક્યએ પોતાની નીતિના માધ્યમથી એક સમાજ સુધારકની ભૂમિકા નિભાવી છે. તેમની નીતિ લોકો માટે સફળતાની ચાવી સાથે જ એક દિવ્ય ગ્રંથનું પણ કાર્ય કરી રહી છે.
आचार्य चाणक्य की नीति इस प्रकार से
अहिं नृपं च शार्दूलं किटिं च बालकं तथा ।
આચાર્ય ચાણક્ય પોતાની આ નીતિમાં કહે છે કે સાપ, રાજા, સિંહ, ચિત્તો, બાળક, બીજાનો કૂતરો અને મૂર્ખ આ સાત લોકોને સૂતેલા ઊંઘમાંથી ક્યારેય ઉઠાડવા જોઈએ નહીં, નહીંતર આ તમારા માટે મોટુ જોખમ બની જશે.
ચાણક્ય કહે છે કે આ 7 લોકોને જો ઊંઘમાંથી ઉઠાડી દેવામાં આવે તો તમને મોટી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આમને જ્યારે પણ સૂતેલા હોય ત્યારે અધૂરી ઊંઘમાંથી ઉઠાડવામાં આવે તો આ તમારા માટે કોઈ જોખમથી ઓછું નથી.
ચાણક્ય કહે છે કે, રાજાને જો ઊંઘમાંથી જગાડીશું તો તે ક્રોધમાં આવીને તમને કોઈ પણ સજા સંભળાવી શકે છે અને પછી તે તમારે ભોગવવી જ પડશે. સૂતેલા સિંહને જગાડીશુ કે તેને છંછેડવાનો પ્રયત્ન કરીશુ અને જો તે ઊંઘમાંથી જાગી ગયો તો તમારી ઉપર સીધો જીવલેણ હુમલો કરશે. આવું કરવું જોખમભર્યું રહેશે. તેથી સૂતેલા સિંહને પણ ક્યારેય ભૂલથી પણ ન જગાડવો.
સાપ જો આરામ કરી રહ્યો હોય કે ગાઢ નિંદ્રામાં હોય તો તેને બિલકુલ પણ ન છંછેડો. નહીંતર તો તે ઉઠતા જ તમને ડંખ મારવાનો પ્રયત્ન કરશે. દરમિયાન તમારો જીવ પણ જોખમમાં પડી શકે છે.
નાનુ બાળક જો ઘરમાં સૂઈ રહ્યું હોય તો તેને જગાડવું જોઈએ નહીં. જો તે ઊંઘમાંથી જાગશે તો કારણ વિના રડવાનો અવાજ ચારેબાજુ ઘોંઘાટ મચાવશે અને તેને ચૂપ કરાવવું તમારા માટે પડકાર બની જશે.
સૂતેલા કૂતરાને જગાડવું ઘાતક હોઈ શકે છે અને ક્રોધમાં આવીને તે તમને કરડી શકે છે. તેથી હિંસક જીવને ક્યારેય પણ સૂતુ હોય ત્યારે હેરાન કરવું જોઈએ નહીં.
મૂર્ખ પ્રાણીને ઊંઘમાંથી જગાડવાથી તમારી પરેશાની જ વધશે કેમ કે મૂર્ખ સમજ્યા-વિચાર્યા વિના અંદરોઅંદર ઝઘડો કરી બેસશે. તેથી આવા લોકોને પણ ઊંઘમાંથી ક્યારેય જગાડવા જોઈએ નહીં ભલે ગમે તેટલું જરૂરી હોય.
કોઈ ડંખ મારનાર કીડા કે હિંસક જીવ-જંતુઓને ક્યારેય પણ ઊંઘમાંથી ઉઠાડવાની ભૂલ કરવી જોઈએ નહીં. તે ઉઠતા જ તમારી ઉપર જીવલેણ હુમલો કરી શકે છે. તેમનું અચાનકથી જાગી જવું તમારો જીવ જોખમમાં નાખવા જેવુ સાબિત થઈ શકે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)