વાસ્તુશાસ્ત્ર દરેક વ્યક્તિના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વ્યક્તિના જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુ માટે નિયમો હોય છે, જેનું પાલન કરવું જરૂરી છે પરંતુ તેને અવગણવાથી સમસ્યાઓ સર્જાય છે.
વાસ્તુ અનુસાર કેટલાક એવા કામ છે જે ભૂલીથી પણ સાંજના સમયે ન કરવા જોઈએ, નહીં તો ઘરની સુખ-શાંતિ બગડે છે અને પરિવારને ગરીબીનો સામનો કરવો પડે છે, તેથી આજે અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ.
વાસ્તુ અનુસાર સાંજે ભૂલથી પણ પૈસાની આપ-લે ન કરો. સૂર્યાસ્ત પછી ન તો કોઈની પાસેથી પૈસા ઉછીના લેવા અને ન તો કોઈને ઉધાર આપવા. આમ કરવાથી દરિદ્રતા આવે છે. સાંજે ભૂલથી પણ તુલસીના પાન ન તોડો અને ભગવાનને પણ ના ચઢાવો. આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને વ્યક્તિને જીવનભર પૈસાની તંગીનો સામનો કરવો પડે છે.
સાંજના સમયે મીઠું, હળદર, દૂધ, દહીં અને ખાટી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ, નહીં તો આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે અને લક્ષ્મીજી ઘરની બહાર નીકળી જાય છે.
સાંજના સમયે ક્યારેય સૂવું ન જોઈએ. એવું માનવામાં આવે છે કે જે લોકો સાંજે ઊંઘે છે તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો. આ સિવાય સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવવું જોઈએ, આમ કરવાથી મહાલક્ષ્મી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી અને વ્યક્તિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આજીવન આ સમસ્યાઓ રહે છે
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)