શુક્ર ગ્રહ 31 માર્ચે મીન રાશિમાં ગોચર કરશે, જે શુક્રની ઉચ્ચ રાશિ છે. શુક્ર જ્યારે ઉચ્ચ રાશિમાં હોય છે, ત્યારે માલવ્ય રાજયોગ બને છે. માલવ્ય રાજયોગ બનવાથી એપ્રિલમાં તુલા, મીન સહિત પાંચ રાશિઓને ફાયદો થવાનો છે. આવો જાણીએ એપ્રિલમાં માલવ્ય રાજયોગથી કયાં જાતકોને ફાયદો થવાનો છે.
એપ્રિલમાં શુક્ર ગ્રહ 31 માર્ચે સાંજે કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે, જે શુક્રની ઉચ્ચ રાશિ છે. મીન રાશિમાં આવવાથી શુક્રની સૂર્ય અને રાહુની સાથે યુતિ બની રહી છે. વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે શુક્ર ઉચ્ચ રાશિમાં હોય છે, ત્યારે માલવ્ય રાજયોગનું નિર્માણ થાય છે. માલવ્ય રાજયોગને પંચ મહાપુરૂષ રાજયોગમાંથી એક માનવામાં આવે છે અને તેને ખુબ ચમત્કારિક યોગ માનવામાં આવે છે. માલવ્ય રાજયોગથી કેટલાક જાતકોને લાભ થશે.
મેષ
એપ્રિલમાં માલવ્ય રાજયોગના પ્રભાવથી મેષ રાશિના જાતકોને ઘણા લાભ મળશે, આ દરમિયાન તમારા જીવનમાં નવો દ્રષ્ટિકોણ આવશે અને ઘણી સારી તક મળશે. કરિયરમાં સારી પ્રગતિ અને ઓળખ મળશે, જેનાથી સંતુષ્ટિ રહેશે. જે લોકો ખુદનો બિઝનેસ કરી રહ્યાં છે, તેને આ ગોચર લાભ કરાવી શકે છે. તમારા પ્રિયજનો સાથે સંબંધ સારો રહેશે. પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ચાલી રહેલી સમસ્યાથી મુક્તિ મળશે અને તમારા કામમાં આવતી અડચણ દૂર થશે.
સિંહ
એપ્રિલમાં સિંહ રાશિના જાતકોને માલવ્ય રાજયોગના પ્રભાવથી જીવનના દરેક ક્ષેત્રમાં સારો ફાયદો મળશે. આ દરમિયાન સિંહ રાશિના જાતકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે અને તમે વિવેકશીલ બુદ્ધિના ધની પણ હશો. તમારા જીવનમાં ચાલી રહેલા સંઘર્ષોમાં કમી આવશે અને દરેક કાર્યોમાં સફળતા મેળવશો. લગ્ન જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો તે સમાપ્ત થઈ જશે અને જીવનસાથીની સાથે બાળકોના ભવિષ્ય માટે નવી જમીન ખરીદી શકો છો. માલવ્ય રાજયોગના પ્રભાવથી અચાનક ધનલાભ થશે અને આર્થિક સ્થિતિ સારી થશે.
કન્યા
કન્યા રાશિના જાતકોમાં એપ્રિલમાં માલવ્ય રાજયોગના પ્રભાવથી ઘણા સકારાત્મક ફેરફાર જોવા મળશે. આ દરમિયાન તમારી સંપત્તિમાં વધારો થશે અને વાહન સુખની પ્રાપ્તિ થશે. જો તમે શેર બજારમાં રોકાણ કરો છો તો તેનાથી તમને સારો લાભ થશે અને તમારી આવક વધારવાના નવા માર્ગ ખુલશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી કરનાર જાતકોને આ સમયમાં નવી તક મળશે. પરિવારમાં સારા સંબંધ રહેશે અને માતા-પિતાના આશીર્વાદથી કોઈ નવો બિઝનેસ શરૂ કરી શકો છો.
તુલા
એપ્રિલમાં તુલા રાશિના જાતકોને માલવ્ય રાજયોગના પ્રભાવથી શુભ પરિણામ મળસે. આ દરમિયાન તમારા જીવનમાં કારમનો ભાર હળવો થઈ જશે અને નવી પ્રેરણા તથા ઉર્જા જોવા મળશે. ધાર્મિક કાર્યોમાં તમારૂ મન લાગશે અને પરિવારની સાથે કોઈ ધાર્મિક યાત્રાએ જઈ શકો છો. શુક્રના પ્રભાવથી તમારી ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે અને દરેક પડકારોનો સામનો કરવામાં સક્ષમ હશો. તમે ખુદનો બિઝનેસ કરો છો તો તમારો બિઝનેસ આગળ વધશે અને તમારૂ માન સન્માન વધશે.
મીન
એપ્રિલમાં મીન રાશિના જાતકોને માલવ્ય રાજયોગના પ્રભાવથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આ દરમિયાન સમજી વિચારીને પગલા ભરશો અને ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશો. પરિવાર અને મિત્રો સાથે શાંતિપૂર્ણ સંબંધ અને સુખનો લાભ મળશે તથા પરિવારમાં કોઈ શુભ તથા માંગલિક આયોજન થઈ શકે છે. જો તમે રોકાણ કરો છો તો તમને સારો ફાયદો મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. મિત્રોનો તમને સાથ મળશે અને કામમાં ભાઈ-બહેન પ્રોત્સાહન કરશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)