fbpx
Saturday, December 7, 2024

હોલિકા દહનના સમયે કરો આ કામ અને દેવી લક્ષ્મીની કૃપા મેળવો, થશે ધનની પ્રાપ્તિ

સનાતન ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીનો તહેવાર 25મી માર્ચે છે અને હોલિકા દહન 24મી માર્ચની રાત્રે થશે. હોલિકા દહન પૂર્ણિમાની રાત્રે થાય છે. પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે. ચાલો જાણીએ હોલિકા દહનની રાત્રે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ચોક્કસ ઉપાય જે તમને પ્રગતિની સાથે સુખ-સમૃદ્ધિ પણ આપશે.

દેવી લક્ષ્મી માત્ર દિવાળી પર જ નહીં પણ હોળી પર પણ ધનની વર્ષા કરે છે. ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મીને કેસર દૂધ અને મખાનામાંથી બનાવેલી ખીર અર્પણ કરવી જોઈએ. આ દિવસે આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આ દિવસે જરૂરિયાતમંદ કન્યાઓને ખીરનું દાન કરવું જોઈએ. તે પછી આખા પરિવારમાં પ્રસાદ તરીકે ખીરનું વિતરણ કરવું જોઈએ. આમ કરવાથી પરિવારમાં દરેક વ્યક્તિની આખું વર્ષ પ્રગતિ થાય છે.

નાળિયેરને દેવી લક્ષ્મીનું સૌથી પ્રિય ફળ માનવામાં આવે છે. એક નાળિયેર લો અને તેના પર સાકર નાખી હોલિકાની અગ્નિમાં અર્પણ કરો. આમ કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે. આ સાથે નારિયેળ અર્પણ કર્યા પછી 11 વાર હોલિકાની પ્રદક્ષિણા કરવી જોઈએ. આમ કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

હોળી પર નાગરવેલના પાનનો ઉપાય કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. હોલિકા દહનના દિવસે  નાગરવેલના 7 પાન લો અને દરેક પાન પર એક એલચી રાખો અને દરેક પાન પર લવિંગની જોડી રાખો. જ્યાં હોલિકા દહન થાય છે તે સ્થાનની પરિક્રમા કરો. દરેક પરિક્રમા પછી હોલિકાની અગ્નિમાં એક-એક પાન અર્પિત કરો, આવું 7 વાર કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થાય છે.

હોલિકા દહન કરીને ઘરે પાછા ફરતી વખતે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ દીવા પ્રગટાવવા જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles