એપ્રિલ મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એપ્રિલ મહિનામાં હિન્દુ નવ વર્ષ પણ શરૂ થશે. એપ્રિલ મહિનાના પહેલા સપ્તાહમાં જ સુખ, સમૃદ્ધિ અને સુવિધા આપનાર ગ્રહ શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે.
ગુરુની રાશિ મીનમાં શુક્રનો પ્રવેશ થવાથી માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગ ચાર રાશિ માટે ખુબ જ ફળદાયી સાબિત થવાનો છે. તો ચાલો તમને જણાવીએ આ ચાર રાશિ કઈ છે અને તેમને એપ્રિલ મહિનામાં કેવા લાભ થશે.
માલવ્ય રાજયોગથી 4 રાશિને થશે ફાયદો
વૃષભ
શુક્ર ગોચર વૃષભ રાશિના લોકોને લાભ કરાવશે. સુખ-સુવિધામાં વધારો થશે. પ્રગતિની તક પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકો માટે સારો સમય. કામના વખાણ થશે. નવું વાહન કે સંપત્તિ ખરીદી શકો છો. વેપારીઓ માટે પણ સારો સમય. વિદેશ યાત્રાના યોગ છે.
મિથુન
મિથુન રાશિના વેપારીઓ માટે પણ શુક્રનું ગોચર શુભ છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. નોકરી કરતા લોકો માટે સારો સમય. પગાર વધારો થઈ શકે છે. રોકાણ માટે પણ સારો સમય. પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
ધન
માલવ્ય રાજયોગથી સારા પરિણામ મળશે. કાર્યોમાં આવતી બાધા દૂર થશે અને સફળતા મળશે. ભાગ્યનો સાથ મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. સંપત્તિ ખરીદી શકો છો. અનુકૂળ સમય. વેપારીઓને સારી ડિલ મળી શકે છે. નફો થવાના પ્રબળ યોગ.
મકર
મકર રાશિના લોકો માટે પણ માલવ્ય રાજયોગ ફાયદાકારક સાબિત થશે. પારિવારિક સંબંધ મજબૂત થશે. પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. વૈવાહિક જીવનની સમસ્યા દૂર થશે. પાર્ટનરનો સહયોગ મળશે. અટકેલું ધન પરત મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. માતા-પિતાના આશીર્વાદથી કાર્યમાં સફળતા મળશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)