આ ઋતુમાં સ્વાસ્થ્ય મામલે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી બની જાય છે. ખાવાપીવામાં જરા પણ લાપરવાહી થાય તો તમે ગંભીર રીતે બીમાર પડી શકો છે. આરોગ્ય વિશેષજ્ઞોના પ્રમાણે ગરમીમાં જો કેટલીક વસ્તુઓ ખાવામં આવે તો તે સ્વાસ્થ્યને મોટો ફાયદો કરાવી શકે છે. આ વસ્તુઓ તમારા શરીરને લૂથી બચાવશે સાથે હાઈડ્રેટેડ પણ રાખશે.
સફરજન, અંજીર અને નાસપતી
આ ત્રણેય વસ્તુઓમાં ખૂબ જ ફાઈબર હોય છે. વધુ પોષક તત્વો મેળવવા માટે તેને છાલ સાથે ખાઓ. ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવા જોઈએ. બે મધ્ય આકારના અંજીરમાં 1.5 ગ્રામ ફાઈબર હોય છે.
ટામેટા
ટામેટા એંટી ઑક્સિડેન્ટ અને વિટામિન C થી ભરપૂર હોય છે. જેમાં લાઈકોપીન જેવા ફાયદો કરાવતા ફાઈટોકેમિકલ્સ પણ હોય છે. જે કેન્સર જેવી ક્રોનિક બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે.
નટ્સ
ગરમીના મોસમમાં મુઠ્ઠીભર મેવો ખાઓ. બદામ, કાજૂ અને મગફળી ફાયદો કરાવે છે.
તુરિયા
ગરમીની ઋતુમાં તુરિયાનું શાક ખાસ ખાવામાં આવે છે. તુરિયામાં પેક્ટિન નામનું ફાયબર હોય છે. જે હ્રદય માટે સારું હોય છે. તે કોલસ્ટ્રૉલ પણ ઓછું કરે છે.
બ્લેક બેરીઝ અને રાસબેરી
બેરીઝમાં ફાયબર ખૂબ જ સારી માત્રામાં હોય છે. નાના એવા દેખાતા બેરીઝ અનેક ગુણોનો ખજાનો છે. તે વિટામિન Cથી ભરપૂર હોય છે. એક કપ બેરીઝમાં 8 ગ્રામ વિટામિન હોય છે.
તરબૂચ
તરબૂચ ગરમીમાં શરીરને ઠંડું રાખવાનું અને ડિહાઈડ્રેશન દૂર કરવાનું કામ કરે છે. તરબૂચમાં પાણીની માત્રા વધુ હોય છે. તેને ખાધા બાદ જલ્દી ભૂખ નથી લાગતી. તરબૂચમાં લાઈકોપીન પણ હોય છે. જે સ્કિનને તડકાથી થનારા નુકસાનથી બચાવે છે.
સંતરા
સંતરામાં ખૂબ જ સારી માત્રામાં પોટેશિયમ હોય છે, જે ગરમીની ઋતુમાં જરૂરી માનવામાં આવે છે. ગરમીમાં જે પોટેશિયમ પસીનાના કારણે બહાર નિકળે છે તેને સંતરા જાળવી રાખવામાં મદદ કરે છે. સંતરામાં 80 ટકા જ્યુસ હોય છે જે તમને હાઈડ્રેટેડ રાખે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)