આજે 11 એપ્રિલ ગુરુવારે ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા દુર્ગાના ત્રીજા સ્વરુપ માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આજે માતા ચંદ્રઘંટાની પૂજા રવિ યોગમાં કરવામાં આવશે. રવિ યોગમાં સૂર્યનો પ્રભાવ વધુ હોય છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી પાપ નષ્ટ થાય છે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય, દામ્પત્ય જીવન ખુશ થશે, યશ અને કીર્તિમાં વૃદ્ધિ થવા સાથે જ જીવનના અંતમાં મોક્ષ મળે છે. શુક્ર ગ્રહ સાથે જોડાયેલો દોષ દૂર થાય છે. તો ચાલો જાણીએ નવરાત્રીના ત્રીજા દિવસની પૂજા વિધિ, માતા ચંદ્રઘંટાના પૂજા મંત્ર, પ્રિય ભોગ, શુભ મુહૂર્ત, આરતી વગેરે અંગે.
રવિ યોગમાં ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ
ચૈત્ર માસની શુક્લ પક્ષની તૃતીયા તિથિએ માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. આજના દિવસે રવિ યોગ બની રહ્યો છે. રવિ યોગ સવારે 6.00 વાગ્યાથી લઇ 1 વાગ્યાને 38 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત પ્રીતિ યોગ પ્રાતઃ કાળથી લઇ 7.19 સુધી છે, ત્યાર બાદ આયુષ્માન યોગ થશે, જે કાલે સવારે 4.30 સુધી છે.
મા ચંદ્રઘંટાની પૂજાનું મુહૂર્ત
આજે સવારથી રવિ યોગ રચાયો છે, તેથી તમે સવારે 6:00 વાગ્યા પછી ગમે ત્યારે પૂજા કરી શકો છો. આજનો શુભ સમય સવારે 06:00 થી 07:35 સુધીનો છે.
મા ચંદ્રઘંટા કોણ છે?
મા ચંદ્રઘંટા 10 હાથ વાળી ત્રીજી નવ દુર્ગા છે. એમનું વાહન સિંહ છે. તેઓ પોતાના માથા પર ઘંટ આકારનો ચંદ્ર ધારણ કરે છે, આજ કારણે એમને માતા ચંદ્રઘંટા કહેવામાં આવે છે. એમના શસ્ત્રોમાં ધનુષ, બાણ, તલવાર, ચક્ર, ગદા વગેરે સામેલ છે.
મા ચંદ્રઘંટા મંત્ર
ઓમ દેવી ચંદ્રઘંટા નમઃ
એં શ્રીં શક્તિ નમઃ
માતા ચંદ્રઘંટાનો પ્રિય ભોગ
મા ચંદ્રઘંટાની પૂજા કરતી વખતે, તમે તેમને સફેદ દૂધની મીઠાઈઓ અથવા ખીર અર્પણ કરી શકો છો.
મા ચંદ્રઘંટા પૂજા વિધિ
આજે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. ત્યારપછી માતા ચંદ્રઘંટાનું પૂજન શરૂ કરો. તેમને ફૂલ, ફળ, અક્ષત, સિંદૂર, કુમકુમ, ધૂપ, દીવો, ખીર અને દૂધમાંથી બનેલી મીઠાઈઓ અર્પણ કરો. પૂજા દરમિયાન મા ચંદ્રઘંટાના મંત્રોનો જાપ કરો. તે પછી કપૂર અથવા ઘી ના દીવા થી મા ચંદ્રઘંટાની આરતી કરો. પૂજામાં રહેલી ખામીઓ માટે ક્ષમા માગો. તે પછી તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો.
મા ચંદ્રઘંટા આરતી
જય માં ચંદ્રઘંટા સપખ ધામ, પૂર્ણ કીજો મેરે સભી કામ,
ચંદ્ર સમાન તુમ શીતલ દાતી, ચંદ્ર તેજ કિરણો મેં સમાતી.
ક્રોધ કો શાંત કરને વાલી, માઠે બોલ સિખાને વાલી,
મન કી માલક મન ભાતી હો, ચંદ્ર ઘંટા તુમ વરદાતી હો.
સુંદર ભાવ કો લાને વાલી, હર સંકટ મે બચાને વાલી,
હર બુધવાર જો તુજે ધ્યાયે, શ્રદ્ધા સહિક જો વિનય સુનાઈ.
મૂર્તિ ચંદ્ર આકર બનાઈ, સન્મુખ ધી કી જ્યોતી જલાઈ,
શીશ જુકા કહે મન કી બાતા, પૂર્ણ આસ કરો જગદાતા.
કાંચીપુર સ્થાન તુમ્હારા, કરનાટિકા મેં માન તુમ્હારા,
નામ તેરા રટૂં મહારાની, ભક્ત કી રક્ષા કરો ભવાની.
જય મા ચંદ્રઘંટા… જય મા ચંદ્રઘંટા…
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)