fbpx
Tuesday, November 5, 2024

અક્ષય તૃતીયા સાથે ભગવાન વિષ્ણુનો શું સંબંધ છે? જાણો આ દિવસનું મહત્વ

અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં ખુબ જ શુભ દિવસ માનવામાં આવે છે. એવી પૌરાણિક માન્યતા છેકે, આ જ દિવસે ભગવાન વિષ્ણુ પોતાના છઠ્ઠા અવતારમાં અવતરીત થયા હતાં. આ દિવસને ત્યારથી જ એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.  હિંદુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને ‘અક્ષય તૃતીયા’ કહેવામાં આવે છે. 

એવી માન્યતા છેકે, આ દિવસે ભગવાને અવતાર લીધો હોવાથી આ દિવસ ખુબ જ શુભ છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે કોઈ મૂહુર્ત જોવાની જરૂર નથી પડતી. એટલાં માટે જ આ દિવસને આ દિવસને ‘સર્વસિદ્ધિ મુહૂર્ત દિવસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ન તો પંચાંગ જોવાની અને ન તો કોઈ મહારાજને બતાવવાની જરૂર નથી પડતી. એટલા માટે જ આ દિવસને વણજોયા મૂહુર્તનો દિવસ પણ કહેવામાં આવે છે. સનાતનની માન્યતાઓમાં આ શુભ દિવસે કોઈપણ પ્રકારના શુભ કાર્ય, દાન અને ઉપવાસ રાખવાનો સમાવેશ થાય છે. 

અક્ષયનો અર્થ શું થાય છે?

અક્ષય તૃતીયાના દિવસની સાથે આ તહેવારનો અર્થ પણ ખૂબ જ વિશેષ છે. ‘અક્ષય’ નો અર્થ થાય છે ‘જેનો ક્યારેય ક્ષય થતો નથી’ એટલે કે જે ક્યારેય નાશ પામતો નથી અથવા જે ક્યારેય નાશ કરી શકાતો નથી. એટલા માટે આ દિવસને હિંદુ માન્યતાઓમાં સૌભાગ્ય અને સફળતાનો દિવસ માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતા શું છે?

એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી ભક્તોને પૂર્ણ ફળ મળે છે. બધી મનોકામનાઓ પૂર્ણ થાય. વ્રત અને દાન-પુણ્ય કરીને પરંપરા મુજબ હવન-યજ્ઞ કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માત્ર ઈચ્છાઓ જ નહીં, આ દિવસે ભગવાન લોકોની ભૂલો પણ સ્વીકારે છે. જો તમે તમારા જીવનમાં ક્યારેય કોઈ ભૂલ કરી હોય, તો આ દિવસે તમે ભગવાન પાસે ક્ષમા માગાીને તમારી ખામીઓને દૂર કરવાની માંગ કરાય છે. અક્ષય તૃતીયાના દિવસે વિવિધ યાત્રાધામો પણ ધમધમી ઉઠે છે. પ્રસિદ્ધ તીર્થસ્થળ બદ્રીનારાયણના દરવાજા પણ આ તારીખથી ફરી ખુલે છે. વૃંદાવનમાં સ્થિત શ્રી બાંકે બિહારી જીના મંદિરમાં ‘શ્રી કૃષ્ણ’ના ચરણ માત્ર આ દિવસે જ જોવા મળે છે. આ વર્ષે એટલે કે 2024માં આ શુભ દિવસ 10મી મેના રોજ ઉજવવામાં આવશે.

ભગવાન વિષ્ણુના કયા અવતારનો થયો જન્મ?

હિંદુ પુરાણ અનુસાર, હિંદુ ધર્મના પ્રસિદ્ધ ચાર યુગોમાંથી ત્રીજું યુગ ‘ત્રેતાયુગ’ આ દિવસથી શરૂ થયું હતું. ભગવાન વિષ્ણુના 24 અવતારમાંથી નર અને નારાયણના બે અવતાર પણ આ દિવસે થયા હતા. આ સિવાય ભગવાન વિષ્ણુનો અન્ય એક અવતાર (છઠ્ઠો અવતાર) ભગવાન પરશુરામનો પણ આ તિથિએ જન્મ થયો હતો. તેમનો જન્મ મહર્ષિ જમદગ્નિ અને રેણુકાને ત્યાં થયો હતો. ભગવાન પરશુરામનું બાળપણમાં નામ ‘રામભદ્ર’ અથવા ફક્ત ‘રામ’ હતું, પરંતુ ભગવાન શિવ પાસેથી તેમના પ્રખ્યાત શસ્ત્ર ‘પરશુ’ પ્રાપ્ત કર્યા પછી, તેઓ પરશુરામ તરીકે ઓળખાયા.

કયા કર્યો આજના દિવસે ખાસ કરવામાં આવે છે?

અક્ષય તૃતીયાનો દિવસ ખુબ શુભ માનવામાં આવતો હોવાથી લોકો આજના દિવસે પોતાના જીવનમાં મહત્ત્વના કાર્યો કરતા હોય છે. ખાસ કરીને અક્ષય તૃતીયાના દિવસે લગ્ન પ્રસંગો વધુ જોવા મળતા હોય છે. લોકો આજના દિવસે જ તેનું પ્લાનિંગ કરીને નવા જીવનની શરૂઆત કરવાનું પસંદ કરતા હોય છે. આજના દિવસે યજ્ઞ-હવન પણ કરવામાં આવતા હોય છે. આજના દિવસે લોકો જનોઈ વિધિ કરતા હોય છે. આજના દિવસે લોકો સગપણ કરતા હોય છે. આજના દિવસે લોકો નવા ઘરમાં ગૃહ પ્રવેશ પણ કરતા હોય છે. આજના દિવસે ખાસ કરીને લોકો સોનાની ખરીદી કરતા હોય છે. નવી પ્રોપર્ટી કે વાહનની ખરીદી પણ કરતા હોય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles