દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતા મૂળા જીવનરક્ષક વનસ્પતિથી ઓછા નથી. મૂળાનો ઉપયોગ શાક અથવા સલાડ તરીકે થાય છે. તે 24 થી વધુ રોગોથી રાહત આપે છે. તેના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે. ભોજનનો સ્વાદ વધારનાર મૂળાને સામાન્ય ભાષામાં મુરઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ ચટણી, શાક અને સલાડ તરીકે થાય છે. તેના મૂળ, પાન અને બીજ બધું જ ઉપયોગી છે. ખાસ કરીને, વજન ઘટાડવા માટે તે સંજીવની બુટી જેવું જ છે.
લોકો ઘણીવાર સલાડની સાથે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં મૂળાનો ઉપયોગ કરે છે. મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે, મૂળામાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેંગેનીઝ, વિટામિન સી, ફોલિક એસિડ અને અન્ય ઘણા ગુણો હોય છે જે કેન્સર, શરદી, હૃદય રોગ, વજન ઘટાડવામાં વગેરેમાં મદદ કરે છે.
આ વજનની સમસ્યા, હેડકી, પેટની સમસ્યા, ચામડીના રોગ, આંખના રોગ, ગળાના રોગ, સોજો, શ્વસનતંત્ર, કબજિયાત, ઉલ્ટી-ઝાડા, પાઈલ્સ, કમળો, પેશાબ સંબંધી વિકૃતિઓ, ઈન્ફેક્શન, એનિમિયા, માસિક સંબંધી વિકૃતિઓ, પથરી, ગ્રંથીયુકત સારણગાંઠ, લકવો, કિડની અને લીવર જેવી કેટલીક ગંભીર બિમારીયોમાં ખૂબ જ ફાયદાકારક હોય છે.
મૂળાના પાનનો ઉકાળો બનાવીને પણ સેવન કરી શકાય છે. આ સિવાય તેનો ઉપયોગ શાક, ચટણી કે, સલાડ તરીકે પણ કરી શકાય છે. આ ઉપરાંત, તેના પાંદડા પણ ખૂબ જ ફાયદાકારક છે.
મૂળાના બીજ ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. તેના બીજ બજારમાં સરળતાથી મળી રહે છે. જેનો પાવડર બનાવીને સેવન કરી શકાય છે. તેના બીજના પાવડરને લીંબુમાં ભેળવીને લગાવવાથી ત્વચાના રોગોમાં રાહત મળે છે. તેના બીજના પાઉડરનું ત્રણ ગ્રામની માત્રામાં સેવન કરવાથી માસિક સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક હોય છે. જો આપણે મૂળાનું વધુ પડતું સેવન કરીએ તો, શરીરમાં આયર્નનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી શકે છે. જેના કારણે આપણને પેટમાં દુખાવો, ઉલ્ટી, કબજિયાત, ચક્કર અને બ્લડ સુગર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)