શનિ કુંભ રાશિમાં ચાલી રહ્યાં છે અને તે બાદ શનિ મીન રાશિમાં જશે. આ રાશિમાં શનિ માર્ચ 2025 સુધી રહેશે. શનિ મીન રાશિમાં 2027 સુધી રહેશે. તેવામાં 2027 સુધી ચાર રાશિઓ પર શનિની કૃપા રહેશે. આ પરિવર્તનથી ચાર રાશિઓની કિસ્મત ચમકશે. આ રાશિના જાતકોને પહેલા કરતાં વધુ લાભ મળશે તથા બધા જ કામ પૂરા થવાના યોગ બનશે.
સિંહ
શનિ આ રાશિમાં જવાથી સિંહ રાશિમાં ફરક પડશે. તેનાથી જે લોકો ઘણી સમસ્યાઓથી પરેશાન હતાં તેમને હવે લાભ થશે. ધન લાભ થવાની સંભાવના છે અને તમારે આ સમયે હેલ્થ પર ધ્યાન આપવું જોઇએ અને સાથે જ કોઇ નવું કામ કરવા વિશે વિચારવું જોઇએ.
તુલા
તુલા રાશિના જાતકો પર પણ શનિના મીન રાશિમાં જવાન સારો પ્રભાવ પડશે. તુલા રાશિના જાતકોને શનિ પ્રભાવશાળી પર્સનાલિટી આપશે, સાથે જ આગળ વધવાની તક આપશે. આ રાશિના જાતકોને દરેક કામમાં સફળતા મળશે. સાથે જ ઘર પરિવારમાં ધનની કમી નહીં રહે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો પર શનિના મીન રાશિમાં જવાનો પ્રભાવ પડશે. તેનાથી આ રાશિને લાભ તો થશે સાથે જ કોઇ નવી જવાબદારી મળવાની સંભાવના છે. તેની સાથે તમારા માટે કોઇ ખુશખબર પણ 2025માં રાહ જોઇ રહી છે.
મકર
મકર રાશિના જાતકો પર શનિના મીન રાશિમાં જવાથી ઘણો સકારાત્મક પ્રભાવ પડશે, તમે પાછળના સમયમાં જે ગુમાવ્યું છે, તે તમે પરત મેળવી લેશો. આ ઉપરાંત સમાજમાં પણ તમારુ કદ ઉંચુ થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)