આયુર્વેદમાં કેટલાય ફળોને ઉપયોગી માનવામાં આવે છે. આ ફળ સામાન્ય ફળની તુલનામાં વધારે ગુણકારી હોય છે. તમે સફરજન, સંતરા, દાડમ, લીચી જેવા ફળ વિશે જાણતા હશો અને તેનું સેવન પણ કર્યું હશે, પણ શું તમે રામબુતાન ફળનું સેવન કર્યું છે. જી હાં, આ ફળ વર્ષમાં ખાલી 3 મહિના જ મળે છે. આ ફળ દેખાવો લીચી જેવું લાગે છે. તે આયરન, ફોસ્ફોરસ, ઝિંક, કોપર, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન, નિયાસિન જેવા કેટલાય પોષક તત્વોથી ભરપૂર છે. તેના સેવનથી ન ફક્ત શરીરને શક્તિ મળે છે, પણ કબજિયાત જેવી કેટલીય બીમારીઓ ઠીક થઈ જાય છે. આવો જાણીએ આ ફળના ફાયદા વિશે..
રામબુતાન ફળ ભારતના દક્ષિણી રાજ્યો જેમ કે કેરલ, કર્ણાટક અને તમિલનાડૂમાં જોવા મળી જશે. આ ફળ આમ તો લીચીના આકાર એટલે કે અંડાકાર જેવું હોય છે. પણ તેનો સ્વાદ હળવો મીઠો અને ખાટો હોય છે. આ ફળ ગુલાબી, લાલ, પીળા, નારંગી, ચમકીલા લાલ અને મરુણ વગેરે રંગમાં આવે છે. આ ફળને રામબોટન, રામબાઉટન અને રામબુસ્તાન જેવા કેટલાય નામોથી ઓળખવામાં આવે છે. આ ફળની બહાર પરત રેશા અને કાંટાળી હોય છે.
એનર્જી બૂસ્ટ કરશે
રામબુતાન ફળ ચર્ચિત ફળોની તુલનામાં વધારે ગુણકારી હોય છે. ત્યારે આવા સમયે જો આપ આ ફળને ડાયટમાં સામેલ કરશો તો, શરીરમાં એનર્જી લેવલ વધી જશે. સાથે જ શરીરને તાજગીનો અનુભવ કરાવશે. આપને જણાવી દઈએ કે, આ ફળ કેલોરી અને કાર્બોહાઈડ્રેટનો સારો એવો સ્ત્રોત હોય છે. જે એનર્જી લેવલ વધારવામાં મદદ કરી શકે છે.
ઈમ્યૂનિટી વધારશે
શરીરને બીમારીઓથી દૂર રાખવા માટે રામબુતાન ફળનું સેવન જરુરથી કરવું જોઈએ. આ ફળના સેવનથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે અને જલ્દી બીમાર થવાનું જોખમ ઓછું થઈ જાય છે. આપને જણાવી દઈએ કે, રામબુતાન ફળમાં વિટામિન સી અને એ વધારે માત્રામાં જોવા મળે છે. જે શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાને બૂસ્ટ કરવામાં અસરકારક માનવામાં આવે છે.
પાચન વ્યવસ્થિત રાખશે
પેટથી સંબંધિત પરેશાનીઓને દૂર કરવામાં રામબુતાન ફળ વધારે અસરકારક હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી પાચન ક્રિયા વ્યવસ્થિત રહે છે. જો આપ તેને ડાયટમાં સામેલ કરશો તો ગેસ અને અપચો જેવી તકલીફોથી છુટકારો મળી જશે. એક્સપર્ટ પણ તેને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે.
સ્કિન બનાવશે ચમકદાર
ત્વચાને યુવાન અને ચમકદાર બનાવવા માટે રામબુતાનનું ફળ ખૂબ જ અસરકાર હોય છે. જો તમે તેને ડાયટમાં સામેલ કરશો તો સ્વાસ્થ્યને અનેક ફાયદા થશે. સાથે જ સ્કિન પણ ગ્લો કરવા લાગશે. આપને જણાવી દઈએ કે, આ ફળ ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવાના ગુણ પણ ધરાવે છે. જેનાથી ટેનિંગ જેવી સમસ્યાથી બચાવ થાય છે.
વાળનો ગ્રોથ વધારશે
રામબુતાન ફળ વાળને મજબૂત બનાવવાથી લઈને ગ્રોથ વધારવા માટે લાભકારી છે. આ ફળના સેવનથી સ્વાસ્થ્ય જ નહીં ફણ સુંદરતા નિખારવામાં પણ મદદ કરે છે. તેના સેવનથી વાળ મજબૂત અને ચમકદારની સાથે સાથે ગ્રોથ પણ સારો થાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)