વાસ્તુ શાસ્ત્રનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. ઘરમાં વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને રસોડામાં વાસ્તુ શાસ્ત્રનું પાલન જરૂર કરવું જોઇએ નહીંતર વાસ્તુ દોષ લાગી શકે છે, જેના કારણે ઘરના સભ્યોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. રસોડુ આપણા ઘરના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગમાંથી એક છે. માન્યતાઓ અનુસાર, અહીંથી જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
વાસ્તુ વિશેષજ્ઞોનું માનવું છે કે રસોડામાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને મા લક્ષ્મી નારાજ થઇ જાય છે, જેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે. તેવામાં ચાલો તમને જણાવીએ કે કઇ વસ્તુઓને રસોડામાં રાખવાનું ટાળવું જોઇએ.
એંઠુ અને વાસી ભોજન
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ક્યારેય એંઠુ અને વાસી ભોજન ઘરમાં ન રાખવું જોઇએ. તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘરમાં દરિદ્રતા આવી શકે છે.
લાંબા સમયથી ગૂંથેલો લોટ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમે લોટ બાંધ્યો છે અને તેને તરત ઉપયોગમાં નથી લીધો તો વધારે સમય સુધી તેને રાખવાનું ટાળવું જોઇએ. માન્યતા છે કે તેનાથી રાહુ અને શનિનો અશુભ પ્રભાવ પડે છે. સાથે જ તેનાથી નકારાત્મકતાની સાથે ઘરમાં ક્લેશ પણ વધે છે.
તૂટેલા વાસણ
તૂટેલા વાસણ નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં તૂટેલી થાળી, ડિશ, બાઉલ આર્થિક તંગીનું મોટુ કારણ બની શકે છે. તેને ક્યારેય રસોડામાં ન રાખવા જોઇએ. તૂટેલા વાસણને જલ્દી ઘરમાંથી બહાર કાઢો.
ધારવાળી અને અણીદાર વસ્તુઓ
રસોડામાં કાતર અને ચાકુ જેવી ધારદાર વસ્તુઓ ખુલ્લી ન રાખવી જોઇએ. તેથી ચાકુ, છરી, કાતર જેવી ધારદાર અને અણીદાર વસ્તુઓ હંમેશા ઢાંકીને રાખવી જોઇએ. તેને ખુલ્લી રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. માન્યતાઓ અનુસાર, આ વસ્તુઓને ખુલ્લી રાખવાથી ઘર પરિવારના ખર્ચા વધી શકે છે.
ખાલી ડબ્બા
ખાલી ડબ્બા અને બોટલ પણ નકારાત્મક ઉર્જાનું પ્રતીક હોય છે. તેને રસોડામાં વધારે સમય સુધી ન રાખવા જોઇએ. માન્યતા છે કે રસોડામાં ખાલી ડબ્બા, જાર રાખવાથી દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)