fbpx
Thursday, October 24, 2024

જાણો શ્રાવણના વ્રતના નિયમો અને ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાય

હિન્દૂ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ મહત્વ ધરાવે છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત ખૂબ જ દુર્લભ સંયોગથી થઇ રહી છે. આ વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમવાર છે. શ્રાવણ મહિનામાં સોમવારના વ્રતનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત શ્રાવણ મહિનામાં ભક્તિભાવથી પૂજા અને ઉપવાસ કરે છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે અહીં શ્રાવણ મહિનો ક્યારે શરુ થશે અને મહિનામાં ક્યારે સોમવાર આવે છે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

શ્રાવણ 2024ની શરૂઆત

શ્રાવણ મહિનાની શરૂઆત 22 જુલાઈ, 2024ને સોમવારથી થશે અને સમાપન 19 ઓગસ્ટ, 2024ના રોજ થશે. આ વર્ષે શ્રાવણ મહિનામાં કુલ પાંચ સોમવાર હશે. 22 જુલાઈના રોજ શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ સવારે 05:37થી 10:21 વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. જ્યારે પ્રીતિ યોગ જે 21 જુલાઈએ રાત્રે 09:11 કલાકે શરૂ થશે અને 22મી જુલાઈએ સાંજે 05:58 કલાકે સમાપ્ત થશે. ત્રીજો યોગ આયુષ્માન યોગ છે, જે સાંજે 05:58 કલાકે શરૂ થશે અને 23મી જુલાઈએ બપોરે 02:36 કલાકે સમાપ્ત થશે.

ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાય

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર જળ ચઢાવો. માનવામાં આવે છે કે, ભગવાન શિવનો જળ અભિષેક કરવાથી ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

શિવલિંગ પર દૂધ, દહીં ચઢાવ્યા બાદ સ્વચ્છ જળથી જળાભિષેક કરવો અતિઉત્તમ માનવામાં આવે છે. આવું કરવાથી ભોલે બાબા પ્રસન્ન થાય છે.

શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ખાંડ, કેસર, અત્તર, દેશી ઘી, ચંદન, મધ અને ભાંગ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

શ્રાવણના વ્રતના નિયમ

શાસ્ત્રો અનુસાર, શ્રાવણ મહિનામાં સાત્વિક ભોજન કરવું જોઈએ. શ્રાવણ મહિનામાં ડુંગળી, લસણનું સેવન ન કરવું જોઈએ.

શ્રાવણ મહિનામાં માંસ, મદિરાનું સેવન ન કરવું જોઈએ.

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવી જોઈએ.

પવિત્ર શ્રાવણ માસમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

શ્રાવણ મહિનાના સોમવારે વ્રત રાખવાથી ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles