fbpx
Saturday, December 7, 2024

સૂર્ય અને બુધ કરશે રાશિ પરિવર્તન, આ રાશિના લોકો થશે ધનવાન!

વૈદિક શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ સમયે સમયે પોતાના સ્થાન બદલતા રહેતા હોય છે. ગ્રહોની સ્થિતિ બદલવાને કારણે ઘણા પરિવર્તન આવતા હોય છે. ખાસ કરીને જો બે મિત્ર ગ્રહ અથવા બે શત્રુ ગ્રહ સ્થિતિ બદલે છે. તો તેમની સ્થિતિ બદલવાને કારણે ઘણી રાશિઓ પર સારી અસર તો ઘણી રાશિઓ પર ખરાબ અસર થતી હોય છે. હાલમાં અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઓગસ્ટ મહિનામાં સૂર્ય અને બુધ દેવ રાશિમાં સ્થાન પામશે.

જ્યોતિષોનું માનવું છે કે ગ્રહના રાજા સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે. જ્યારે બુદ્ધિ અને વેપાર-ધનના દાતા કહેવાતા બુધ ગ્રહ કર્ક રાશિમાં વક્રી કરશે. આ સ્થિતિમાં ઘણી રાશિના લોકો ભાગ્યશાળી બનશે. કઈ રાશિના લોકોને થશે ફાયદો?

ગ્રહોના રાજા સૂર્ય 16 ઓગસ્ટ 2024 શુક્રવારના રોજ સ્થાન બદલશે. આ સ્થાનમાં સિંહ રાશિમાં સાંજે 7:53 મીનિટે સ્થાન બદલશે. તો બીજી તરફ ગ્રહના રાજકુમાર ગણાતા બુધ ગ્રહ 22 ઓગસ્ટના રોજ કર્ક રાશિમાં સવારે 6:22 મીનિટે પોતાનું સ્થાન બદલશે.

સિંહ

સિંહ રાશિ એ ગ્રહના રાજા સૂર્યની રાશિ છે અને આવનારા દિવસોમાં સૂર્ય પોતાની સ્વરાશિમાં પ્રવેશ કરવાના છે. આ સમયમાં સિંહ રાશિના લોકોનો ગણવામાં આવે છે. કેમ કે સૂર્ય દેવ પોતાની રાશિથી ઉર્ધ્વ સ્થાન પર જઈ રહ્યા છે. આ સાથે બુધ પણ 12માં ભાવમાં રહેશે. આ સમય દરમિયાન આ રાશિ વાળા લોકો માટે આર્થિક લાભ થઈ શકે છે. તમે ધનની આવક થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. આ સાથે અપરણિત લોકો માટે લગ્ન યોગ બનશે.

વૃશ્ચિક

આ રાશિના લોકો માટે આવનારો સમય જોરદાર રહેવાનો છે. સૂર્ય દેવ તમારી રાશિમાં નવમાં સ્થાન પર અને બુધ ગ્રહ તમારી રાશિમાં કર્મ ભાવ પર વક્રી થવા છે. આ સમયે બુધ ગ્રહનું વક્રી હોવુ તમારા માટે લાભકારક માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમારા કરિયરમાં નવા વળાંક આવી શકે છે. જો તમે ધંધો કરી રહ્યા છો તો તમને સારી એવી સફળતા મળી શકે છે. આ સાથે લાંબા સમયથી નોકરીની શોધ કરતા લોકો માટે નોકરીની તક આવી શકે છે.

કર્ક

આ રાશિના લોકો સૂર્યના ગોચર અને બુધના વક્રી હોવાને કારણે સૂર્ય અને બુધ પોતાનું સ્થાન બદલવાથી તેમને પણ લાભ થશે. આમ થવા પાછલ સૂર્ય દેવનું તમારી રાશિ પર ધન પ્રભાવ અને બુધ ગ્રહ ઉર્ધ્વ ગૃહમાં વક્રી કરશે. જો તમે ધન સંપત્તિ સંબંધિત મુશ્કેલીમાં તમને રાહત મળી શકે છે. તમે તમારા માટે સારા નિર્ણય લઈ શકશે. જેનો લાભ તમને થશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો તમને તરક્કી મળશે. તમને અચાનક ધનલાભનો યોગ પણ બની રહ્યો છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles