fbpx
Sunday, November 24, 2024

આ ઔષધ સમાન ફળનું સેવન કરવાથી પેટની અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે દૂર

ભારતમાં દરેક વ્યક્તિ આમળાથી પરિચિત છે. ભારતમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે, જેણે પોતાના જીવનમાં ક્યારેય આમળાનું નામ સાંભળ્યું ન હોય. આયુર્વેદમાં આમળાને “મહાઔષધિ” તરીકે ઓળખવામાં આવે છે. આમળાને સૌથી જૂની આયુર્વેદિક દવાઓમાંની એક માનવામાં આવે છે. આમળા વિટામિન-C, કેલ્શિયમ, એન્ટિઓક્સિડન્ટ્સ, આયર્ન, પોટેશિયમ જેવા તમામ પોષક તત્વોનો ખજાનો છે.

જો રોજ સવારે ખાલી પેટે આમળા ખાવામાં આવે, તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે. તમે આમળાને કાચા અથવા છુંદા તરીકે ખાઈ શકો છો. જો કે ડાયાબિટીસના રોગીઓ કાચા આમળાનું સેવન જ કરવું જોઈએ, આ લોકોએ આમળાના ગળ્યા છુંદાનુ સેવન ટાળવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ આહારમાં જ્યુસ, અથાણાં કે ચટણીના રૂપમાં આમળાનું સેવન કરી શકે છે.

આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીર માટે અમૃત સમાન છે. આમળાનું સેવન વાત પિત્ત અને કફને સામાન્ય રાખે છે અને શરીરની ગંદકી દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આમળાનો ઉપયોગ શરીરને ડિટોક્સિફાઇ કરે છે. આમળાના ઉપયોગથી પેટને લગતી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ શકે છે. આયુર્વેદમાં આમળાને મહા ઔષધિનું નામ આપવામાં આવ્યું છે.

જે લોકો એસિડિટીના દર્દી છે અથવા કોઈપણ પ્રકારના બ્લડ ડિસઓર્ડરથી પીડાતા હોય છે, તેમણે આમળાનું સેવન ન કરવું જોઈએ. કેટલાંક લોકોનું શુગર અને બીપી ઘણી વાર ઓછું રહે છે, આવા વ્યક્તિએ આમળાનું સેવન ટાળવું જોઈએ.

લિવર અને કિડનીને લગતી કોઈ પણ તકલીફ હોય, તો તેમણે પણ આમળાથી બચવું જોઈએ. જો તમે કોઈ પણ પ્રકારની સર્જરી કરાવી હોય અથવા ઘણી વખત ત્વચા અને વાળમાં શુષ્કતાની સમસ્યા થતી હોય, તો તમારે નિષ્ણાતની સલાહ વગર આમળાનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles