fbpx
Saturday, October 12, 2024

ગુરૂની વક્રી ચાલ, આ રાશિના જાતકોની ધન-સંપત્તિમાં થશે અઢળક વધારો, મળશે વિશેષ લાભ

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂ બૃહસ્પતિને દેવતાઓના ગુરૂનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેવામાં ગુરૂ નવગ્રહમાં ખુબ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે, જે એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. ગુરૂને વિલાસતા, માન-સન્માન, સુખ-સમૃદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે. આ સાથે ગુરૂના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિઓ પર લાંબા સમય સુધી રહે છે, કારણ કે ગુરૂ એક વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે. તેવામાં એક રાશિમાં બીજીવાર આવવામાં ગુરૂને 12 વર્ષનો સમય લાગે છે. તમને જણાવી દઈએ કે ગુરૂ જલ્દી વૃષભ રાશિમાં વક્રી થવાના છે. ગુરૂના વક્રી થવાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે. આવો જાણીએ ગુરૂની ઉલ્ટી ચાલ ચાલવાથી કયા જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.  

વૃષભ 

આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. આકસ્મિક ધનલાભનો યોગ બની રહ્યો છે. કરિયરમાં પ્રગતિ સાથે પગાર વધારો થઈ શકે છે. સુખ-સમૃદ્ધિ વધશે. પરિવાર સાથે સમય પસાર થશે. નોકરી કરનાર જાતકોના કામની પ્રશંસા થશે. આ સાથે કાર્યક્ષેત્રમાં સફળતા સાથે પ્રમોશન મળી શકે છે. જીવનમાં તમે સંતુષ્ટ જોવા મળશો. 

ધન 

આ રાશિના જાતકો માટે ગુરૂનું વક્રી થવું લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના ષષ્ઠ ભાવમાં ગુરૂ રહેવાના છે. તેવામાં ધન રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ધનલાભ મળી શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. આ સાથે જીવનમાં ખુશીઓ આવી શકે છે. બિઝનેસમાં લાભ મળવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણથી સારૂ રિટર્ન મળી શકે છે. કાર્યસ્થળમાં ગુરૂની કૃપાથી દરેક તમારા કામની પ્રશંસા કરશે. આ સાથે તમારા કામને જોતા તમને કોઈ મોટી જવાબદારી કે પ્રમોશન મળી શકે છે. 

મીન 

આ રાશિના જાતકો માટે ગુરૂનું વક્રી થવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે. જીવનમાં આર્થિક સ્થિતિ મજબૂત થશે. કમામી માટે નવા માર્ગ ખુલી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. વેપારમાં નવા પડકાર આવી શકે છે, પરંતુ તમે તેને પાર પાડી લેશો. આધ્યાત્મ તરફ ઝુકાવ વધારે રહેશે. આ સાથે સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. લાંબા સમયથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ સમાપ્ત થશે. સંતાન તરફથી ખુશીઓ મળી શકે છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles