એકવાર બંટી એક છોકરીના પ્રેમમાં પડ્યો.
તે દરરોજ તેણીને સોસાયટીની નજીકથી ઓફિસ અને
ઓફિસથી તેણી સોસાયટીની નજીક મુકવા જવા લાગ્યો.
એક દિવસ રસ્તામાં છોકરી બહુ દુઃખી થઈ અને બોલી,
ગઈકાલે છોકરાવાળા મને જોવા આવ્યા હતા.
બંટી : પછી?
છોકરી : તેઓ મને પસંદ કરી ગયા.
બંટી બહુ દુઃખી થઈને બોલ્યો : હવે?
છોકરી રડવા લાગી અને
રડતા રડતા બોલી : આવતા મહિને લગ્ન નક્કી થયા છે, તેમનું ઘર લક્ષ્મીનગરમાં છે.
બંટી ઊંડા વિચારમાં પડી ગયો.
છોકરી : હવે શું કરવું, જલ્દી વિચાર.
બંટી : હું વિચારી રહ્યો છું.
હવે મારે તને લક્ષ્મીનગરથી ઑફિસે મૂકવા રિંગરોડ લેવો પડશે,
પછી 3 કિલોમીટર પછી યુ-ટર્ન,
તે પછી રાજગુરુ રોડ, પછી મુખર્જી નગરનો ફ્લાયઓવર…
અરે ના, મારાથી પહોંચી નહિ વળાય.
તું તમારા પતિને જ કહેજે વ્યવસ્થા કરે. મને તો લાબું પડશે.
😅😝😂😜🤣🤪
ઝબલા થેલી બંધ થઇ ગઇ હોવાથી
કોપોઁરેશન વાળા પકડી ના જાય એ બીકે
એક ભાઇ સવારે દુધ લેવા લોટો લઇને ગયા
તો સ્વચ્છ ભારત અભિયાન વાળા પકડીને લઇ ગયા.
બહુ તકલીફ છે ભાઇ આમાં જીવવું કેમ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)