સામાન્ય રીતે અત્યારે ઘણા લોકો વાળમાં રિબૉન્ડિંગ કરાવતા હોય છે. જેનાથી તે વધુ સુંદર લાગી શકે છે. મોટા ભાગે આ ટ્રીટમેન્ટ મહિલાઓ કરાવતી હોય છે .જેમાં આ ટ્રીટમેન્ટ તમે ઘરે અને બહાર કરાવી શકો છો. આ ટ્રીટમેન્ટ કરતા પહેલા વાળમાં કેમિકલ લગાડવામાં આવે છે. વાળને સ્ટ્રેટનિંગ મશીન પર વીંટાળવામાં આવે છે અને તેને ઈલેક્ટ્રિક હીટર દ્વારા ગરમ કરવામાં આવે છે.
જેના કારણે વાળ સીધા થાય છે પરંતુ તમારે તમારા વાળમાં હેર રિબોન્ડિંગ કરવું જોઈએ કે નહી તે જાણવા માટે આ લેખ વાંચો
વાળ તૂટવા
હેર રિબોન્ડિંગમાં કરવા માટે તમારા વાળ પર કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે , જેનો અર્થ છે કે તે તમારા વાળને નુકસાન અને તૂટવા માટે વધુ સંવેદનશીલ બનાવે છે. આનાથી તમારા વાળ બે ભાગમાં વહેંચાય છે. આ વાળના વિભાજીત છેડા થવાની સાથે તેમાં શુષ્કતા આવી જાય છે. જે તમારા વાળ પર લગાવવામાં આવતા કેમિકલને જો સારી ગુણવત્તાના હોય તો જ તે તમારા વાળને નુકસાન થવાથી બચાવી શકે છે. જ્યારે તમે હેર રિબોન્ડિંગ કરો છો ત્યારે તે તમારા વાળમાં જો હીટ વધારે લાગે તો તમારા વાળને તે વધારે નુકસાન પોંહચી શકે છે. જો તમે તમારે વાળમાં રિબોન્ડિંગ કરાવમાંગતા હોય તો તમારે હીટ કેટલી રાખવી જોઈએ તેની જાણકારી લીધા પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
કોને આ ટ્રીટમેન્ટ કરાવી જોઈએ
જો કે એવું કહેવાયમા આવે છે કે રિબોન્ડિંગ દરેક વ્યક્તિ કરી શકે છે, પરંતુ તમને જણાવી દઈએ કે તેમે તમામ પ્રકારના વાળ માટે યોગ્ય નથી. આ માટે તમારે તમારા હેરસ્ટાઈલિસ્ટની સલાહ લેવી જોઈએ. જો તમારા વાળને પહેલેથી જ પાતળા છે, તો રિબોન્ડિંગ ન કરાવવું જોઈએ. આ ટ્રીટમેન્ટ તમારા વાળને વધુ પાતળા બનાવે છે અને લાંબા સમયે તે તમારા વાળ ખરવાની સમસ્યા વધુ થાય છે. આ ઉપરાંત, જો જોવા જઈએ તો રીબોન્ડિંગ એ ખૂબ જ ખર્ચાળ સારવાર છે, અને તે પછી તેની જાળવણી કરવામાં પણ વધુ ખર્ચાળ છે. તમારા વાળ જો ખરાબ થાય છે તો તમારે તેની ટ્રીટમેન્ટ પણ ખૂબ જ ખર્ચાળ છે.
(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)